ખેડૂતોમાં રોષ:ભારતમાલા પ્રોજેક્ટમાં હજી કાંઈ જ ફાઇનલ થયું નથી છતાં ટેન્ડરિંગ શરૂ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર જિલ્લાના ખેડૂતોએ કરેલી RTIમાં ખુલાસો થયો
  • ​​​​​​​અંધારામાં ​​​​​​​રખાયાની લાગણીથી ખેડૂતોમાં રોષ ફેલાયો

ખેડૂતોના વિરોધ વચ્ચે ભારતમાલા પ્રોજેક્ટની અમલવારી મુદ્દે કામગીરી કરાઈ રહી છે ત્યારે ખેડૂતો દ્વારા આરટીઇ મુજબ માહિતી માંગતાં તેમાં ભારતમાલા પ્રોજેક્ટમાં કાંઈ જ ફાઇનલ કરવામાં આવ્યું નથી, તેવો જવાબ આપવામાં આવ્યો છે. બીજી તરફ ભારતમાલા પ્રોજેક્ટને લઇને ટેન્ડરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. આથી ખેડુતોને અંધારામાં રાખવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ખેડુતોએ કર્યો છે.

નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા થરાદથી અમદાવાદ સુધી નેશનલ હાઇવે બનાવવા માટે ભારતમાલા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સિક્સલેન હાઇવે બનાવવા માટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર અને અમદાવાદ સહિતના જિલ્લાના ખેડુતોની કિંમતી અને વર્ષમાં ત્રણ ત્રણ વખત પાક લેતી પિયતવાળી જમીન સંપાદન કરવામાં આવી રહી છે. આથી ખેડુતોની રોજી-રોટી છીનવાઇ જવાથી ભારતમાલા પ્રોજેક્ટને લઇને ખેડુતોમાં વિરોધનો જુવાળ ઉઠવા પામ્યો છે. ઉપરાંત ભારતમાલા પ્રોજેક્ટ માટે જીવ આપી દઇશું પરતંુ જમીન નહી આપીએ તેવો સૂર ખેડુતોમાં ઉઠ્યો છે. તેમ છતાં હાઇવે ઓથોરીટી દ્વારા ભારતમાલા પ્રોજેક્ટને લઇને કામગીરી કરવામાં આવી રહી છે. આથી ખેડુતો દ્વારા આરટીઇ મુજબ ભારતમાલા પ્રોજેક્ટ અંગેની માહિતી માંગવામાં આવી હતી.

ખેડુતો દ્વારા નેશનલ હાઇવે ઓથોરીટી પાસેથી આરટીઇ મુજબ માંગેલી માહિતીના જવાબમાં જણાવ્યું છે કે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ન્યુઝ પેપરમાં જે સર્વે નંબર પ્રકાશિત થયા છે. તે હાલમાં પ્રાથમિક ધોરણે કરેલા છે ફાઇનલ નથી. આથી પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે હોવાની સાથે સાથે ભારતમાલા પ્રોજેક્ટને લઇને તેના પ્લાન ડીપીઆર (ડ્રાફ્ટ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ) છે. ત્યારે જો પ્રોજેક્ટ પ્રાથમિક ધોરણે હોય તો પછી એનએચએ દ્વારા રોડનું કામ આપવા માટે ટેન્ડરની કામગીરી કેમ ચાલુ કરવામાં આવી છે તેવા પ્રશ્નો ખેડુતોમાં ઉઠી રહ્યા છે. આથી ભારતમાલા પ્રોજેક્ટનો ખેડુતોમાં વિરોધ ઉઠ્યો છે, ત્યારે ખેડુતોને જ ભારતમાલા પ્રોજેક્ટથી અંધારામાં રાખવા માટે આરટીઇમાં માહિતી ખોટી આપવામાં આવી રહી હોવાનો આક્ષેપ ખેડુતોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...