તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેજાબાજ ગઠિયો:ચેતક કમાન્ડોનો રજીસ્ટર મોબાઇલ ચાર વર્ષથી બંધ હોવા છતાં તે જ નંબરથી ભેજાબાજે 69 હજારની ઓનલાઈન ખરીદી કરી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી

ગાંધીનગર ચેતક કમાન્ડોનાં બજાજ ફાયનાન્સ કંપનીનું ઇએમઇ નેટવર્ક કાર્ડનો રજીસ્ટર મોબાઇલ નંબર ચાર વર્ષથી બંધ થઈ ગયો હોવા છતાં ભેજાબાજ શખ્સે તે જ નંબર મારફતે રૂ. 69 હજારની ઓનલાઈન ખરીદી કરી લેતા કમાન્ડો પણ અચંબામાં મુકાઈ ગયો હતો. આ અંગે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગાંધીનગરનાં સેકટર - 30માં સુજીત જાની છેલ્લા બે વર્ષથી પત્ની રૂપાલબેન અને સંતાનો સાથે રહે છે. જેઓ ચેતક કમાન્ડો યુનિટ 2માં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. જેમની પત્ની રૂપલબેનના નામે બજાજ ફાઈનાન્સ કંપનીનું એક ઇએમઇ નેટવર્ક કાર્ડ છે. જેની વેલિડિટી 2016 સુધીની છે. આ કાર્ડ સાથે સુજીત જાની એ પોતાનું એક્સિસ બેંકનું સેલેરી એકાઉન્ટ લિંક કરાવ્યું હતું. જે કાર્ડ સાથે તેમની પત્ની નો મોબાઇલ નંબર રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. જેનાં ધ્વારા તેઓ કોઈ પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ની ઓનલાઈન ખરીદી કરતા રહેતા હતા.

વર્ષ 2018 માં કાર્ડનો રજીસ્ટર મોબાઇલ બંધ કરી થઈ ગયો હતો. પરંતુ કમાન્ડો સુજીતે બજાજ ફાઈનાન્સમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરાવ્યો ન હતો. ત્યારે ગત તા. 2 જી જાન્યુઆરી 2021ના રોજ કમાન્ડો ફરજ પર હાજર હતા તે વખતે તેમની બેંક મારફતે ટેક્સ મેસેજ આવેલો કે તેમના એકાઉન્ટમાંથી રૂ. 68, 997 ડેબિટ થઈ થઈ ગયા છે. આ જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા.

બેંકમાં જઈ તપાસ કરતા તા. 8 મી ડિસેમ્બર 2020ના રોજ રૂ. 54 હજાર 999 તેમજ તા. 11 ડિસેમ્બર 2020નાં રોજ રૂ. 13 હજાર 998 મળી કુલ રૂ. 68 હજાર 997ની કોઈ ભેજાબાજ ગઠિયાએ ઓનલાઈન ખરીદી કરી લીધી છે. જે અંગેનો બેંક મારફત એસએમએસ છેક બીજી જાન્યુઆરીના રોજ મોકલવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષથી મોબાઇલ નંબર બંધ હોવા છતાં ભેજાબાજ ગઠિયાએ તે જ નંબરનાં આધારે ઓનલાઇન ખરીદી કરી લેતા ઓનલાઇન ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જે અન્વયે ગાંધીનગર સાયબર ક્રાઇમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...