પ્રચાર:સ્ટાર પ્રચારકોમાં અલ્પેશની એન્ટ્રી, હાર્દિકની બાદબાકી

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ભાજપે બીજા તબક્કા માટે 40 નામ જાહેર કર્યાં

ભાજપ દ્વારા બીજા તબક્કાની ચૂંટણીમાં પ્રચાર માટે ચૂંટણી પંચને સોંપેલી સ્ટાર પ્રચારકોની યાદીમાં અલ્પેશ ઠાકોર અને શંકર ચૌધરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં હતા ત્યારે યોજાયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસ તરફથી અલ્પેશ અને હાર્દિક બંને સ્ટાર પ્રચારકો રહી ચૂક્યા છે.

હાર્દિક કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખનું પદ ભોગવી ચૂક્યો છે. હવે આ બંને નેતાઓ ભાજપમાં છે અને બંને વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે અલ્પેશ ઠાકોરને ભાજપમાં સ્ટાર પ્રચારક તરીકે સ્થાન મળ્યું છે જ્યારે હાર્દિક પટેલ માત્ર વિરમગામ બેઠકનો ઉમેદવાર જ બની રહ્યો છે. બીજા તબક્કા માટેની યાદીમાં ભાજપે પ્રથમ યાદીમાં રહેલા 10 નેતાને બીજા તબક્કા માટે દૂર કરીને તેના સ્થાને નવા 10 નેતાનો સમાવેશ કર્યો છે. બીજા તબક્કા માટે કુલ 40 સ્ટાર પ્રચારકો રહેશે.

અન્ય સમાચારો પણ છે...