ઉદધાટન:પોતાના કાર્યાલયના ઉદધાટનમાં અલ્પેશ ઠાકોર ખુદ જ ગેરહાજર

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગાંધીનગર દક્ષિણ બેઠક માટે મધ્યસ્થ કાર્યાલય શરૂ કરાયું
  • ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગરના મેયરે ઉદધાટન કર્યું

ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનમાં ખુદ અલ્પેશ ઠાકોર જ ગેરહાજર રહ્યા હતા.અલ્પેશની ગેરહાજરીમાં ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ આ કાર્યાલયનું ઉદ્ધઘાટન કર્યું હતું.

ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરની ઉમેદવારીની સાથે જ સ્થાનિક નેતાઓમાં ભારે વિરોધ થઇ રહ્યો હતો અને ઠેર ઠેર અલ્પેશના વિરોધમાં બેનર લાગ્યા હતા જેને કારણે પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરવી પડી હતી. અલ્પેશના નામાંકન વખતે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા, પરંતુ ચૂંટણી પ્રચારના મહત્વના દિવસો હોવા છતાં અલ્પેશની પોતાના મત વિસ્તારમાં જ ગેરહાજરી નોંધપાત્ર બની છે.

રવિવારે રાત્રે ગાંધીનગરના રાંદેસણ ખાતે અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠકના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટનનો કાર્યક્રમ હતો. આ માટે ખાસ હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા પરંતુ અલ્પેશ ઠાકોર પોતે જ નહોતા. બે દિવસ અગાઉ અલ્પેશ ઠાકોરના ચિલોડા ખાતેના કાર્યાલયના ઉદઘાટન વખતે અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા તે પછી આ બીજા કાર્યક્રમમાં અલ્પેશ ગેરહાજર રહ્યા હતા.

ભાજપના સૂત્રોએ કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનું પ્રભૂત્વ ધરાવતી બેઠકો પર અલ્પેશ ઠાકોર હાલ સતત પ્રચાર કરી રહ્યા છે. અન્ય બેઠકો પર તે મુક્ત રીતે પ્રચાર કરી શકે તે માટે જ તેને ભાજપ માટે સલામત ગણાતી ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ટિકીટ આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...