તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા કાઉન્સિલરનો આક્ષેપ:સેકટર-7 , 22માં રોડનું કામ નિયમ વિરુદ્ધ થયાનો આક્ષેપ

ગાંધીનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ-6ના મહિલા કાઉન્સિલરની રજૂઆત

ગાંધીનગરના વોર્ડ-6ના મહિલા કાઉન્સિલરે આક્ષેપ કરતા જણાવ્યુ છે કે મનપા દ્વારા શહેરના સેક્ટર 7 અને 22માં ચાલી રહેલા ડિવાઈડર સાથેના રાેડના કામમાં રોડને પહોળો બનાવવાના ક્રાઈટએરિયાનુ પાલન કરવામા આવ્યુ નથી.

આ અંગે મહિલા કાઉન્સિલર પિન્કીબહેન પટેલે વધુમાં જણાવ્યુ છે કે કોઈપણ રોડને પહોળો કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પીસીયુ એટલે કે પબ્લિક પેસેન્જર યુનિટ મુજબના નિયમનુ પાલન કરવાનુ હોય છે.ત્યારે હાલમાં જે સેકટર-7 અને 22માં રોડનુ કામ ચાલી રહ્યુ છે તેમા આ નિયમમુજબ કામ થતુ નહી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

આ મામલે મહિલા કાઉન્સિલરે મનપાની સ્થાયી સમિતિના ચેરમેન, મનપા વિપક્ષના નેતા અને મનપાના સિટી ઈજનેરને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યુ છે કે જો આ બંને સેકટરમાં હાલમાં જે કામ ચાલી રહ્યુ છે તેમાં કયા નિયમ મુજબ કેટલો ટ્રાફિક ડિવાઈડર સાથેના રોડ માટે આપના દ્વારા ગણતરીમાં લેવામાં આવ્યો હોય તો અંગેની માહિતી અમને નિયમ મુજબ જણાવવામા આવે તેવી મારી વિનંતી છે.

તેમણે એવો પણ આક્ષએપ કર્યો હતો કે સરકાર તરફથી સ્માર્ટ સિટી માટે ફાળવાયેલી ગ્રાન્ટનો ઉપયોગ માત્ર અંગત સ્વાર્થ પુરો કરવા કરી હોય તેવુ અમને લાગી રહ્યુ છે તો આ બંને સેકટરના રોડના કામ બાબતે સ્પષ્ટતા કરવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો