તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:બાગાયત પાકોના ખેડૂતોને આદેશ મુજબ સહાય ન ચૂકવાયાનો આક્ષેપ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડામાં સહાય માટે કરેલા આદેશ મુજબ સહાય નહી કરાયાના આક્ષેપ સાથે કિસાન સંઘે CMને રજૂઆત કરી

તાઉતે વાવાઝોડામાં બાગાયત પાકનું જ વાવેતર કર્યું હોવા છતાં ખેડુતોને માત્ર એક જ હેક્ટરની સહાય કરીને અન્યાય કરીને ખેડુતોને અન્યાય કર્યો છે. આથી રાજ્ય સરકારે વાવાઝોડામાં સહાય માટે કરેલા આદેશ મુજબ નહી કરાયાના આક્ષેપ સાથે ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષે મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને પુન:વિચારણા કરવાની માંગ કરી છે.

ગત મે માસમાં સમગ્ર ગુજરાતને ઘમરોળનાર તાઉતે વાવાઝોડાને કારણે સૌથી વધુ અસરગ્રસ્ત ખેડુતો બન્યા હતા. વાવાઝોડું ઉનાળું પાક તૈયાર થઇ ગયો હોવાથી તે દરમિયાન આવ્યું હોવાથી ખેડુતોના હાથમાં આવેલો કોળિયો છીનવાયો હતો. તાઉતે વાવાઝોડામાં રાજ્યભરના ખેડુતોને થયેલા નુકશાન બદલ રાજ્ય સરકાર દ્વારા આદેશ કરીને તેના મુજબ સહાય ચુકવવાનો આદેશ કર્યો હતો. તેમ છતાં રાજ્ય સરકારે કરેલા પરિપત્ર મુજબ વાવાઝોડામાં નુકશાન થયેલા ખેડુતોને સહાય ચુકવવામાં નહી આવતા ખેડુતોમાં અસંતોષ ઉઠવા પામ્યો છે.

તેમાંય સૌથી વધુ અસરગ્રસ્ત બાગાયતની ખેતી કરનાર ખેડુતોને નુકશાની વેઠવી પડી હતી. કેરી સહિતના પાકની બાગાયતી જ ખેતી કરતા હોવા છતાં ખેડુતોને માત્ર બે હેક્ટરની સહાય ચુકવવામાં આવી છે. જ્યારે વધારે નુકશાન થવા છતાં માત્ર બે હેક્ટરની સહાય ચુકવાતા ખેડુતોમાં રોષ ઉઠ્યો છે. આથી આવા ખેડુતોને બે હેક્ટરથી વધુમાં થયેલા નુકશાનનું વળતર ચુકવવા ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે. ઉપરાંત સંયુક્ત ખાતેદારો હોય તેવા પરિવારમાં બે હેક્ટરથી વધારે નુકશાન હોય તો તેનો પણ સમાવેશ કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...