તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:દોલારાણા વાસણામાં સસ્તા અનાજની દુકાન ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાએ કલેક્ટરને અરજીને કરી પગલાં લેવા માંગ કરી
  • ગામમાં 10 વર્ષથી રહેતી હોય તેવા વ્યક્તિએ અરજી કરવાની હતી, જેને પગલે મહિલાએ અરજી કરી હતી

દોલારણા વાસણા ખાતે વ્યાજબી ભાવની દુકાન ફાળવવામાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટર કચેરીમાં અરજી થઈ છે. દોલારાણા વાસણાના પેટા પરા બોરીયા ખાતે રહેતાં મહિલાએ આ અરજી કરી છે. જે મુજબ સસ્તા અનાજની દુકાન માટે 27 ઓગસ્ટ 2020ના રોજ જાહેરાત આવી હતી.

જેમાં ગામમાં 10 વર્ષથી રહેતાં હોય તેવા વ્યક્તિએ અરજી કરવાની હતી, જેને પગલે મહિલાએ અરજી કરી હતી. તેમના દાવા મુજબ કાગળો બરાબર હોવા છતાં તેમને દુકાન અપાઈ ન હતી. ત્યારે જે મહિલાને દુકાન અપાઈ છે તેઓ ગામમાં 10 વર્ષથી રહેતાં ન હોવાનો દાવો અરજદારે કર્યો છે. તેમના આક્ષેપ મુજબ મહિલાએ ખોટો દાખલો બનાવ્યો છે.

પોતાની વાતની સાબિતી માટે તેમણે ગ્રામ પંચાયતના લેટર પેડ પર ગામના સરપંચે આપેલો દાખલો રજૂ કર્યો છે, જેમાં સરપંચે પણ દાખલો આપ્યો છે જેમાં જેમને સસ્તા અનાજની દુકાન લાગી છે તે છેલ્લા બે વર્ષથી દોલારાણા વાસણામાં ભાડેથી રહેતાં હોવાનું તથા તેમની સાસરી હાલ લેકાવાડા થાય છે.

તેઓનું આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ તેમજ રેશનકાર્ડ દોલારાણા વાસણાનું છે. અરજદારે દાવો કર્યો છે કે બીજા ગામના નાગરિકને દોલારાણા વાસણા ગામની વ્યાજબી ભાવની દુકાન મળવાની વાત ફેલાતા ગ્રામજનોએ રોશે ભરાઈ આ મુદ્દે લેખિત રજૂઆતો કરેલી છે. આ મુદ્દે યોગ્ય તપાસ કરી પગલાં લેવા મહિલાએ કલેક્ટરને વિનંતી કરી છે.

અન્ય સમાચારો પણ છે...