વિવાદ:તબીબની બેદરકારીથી શિશુના મોતનો આક્ષેપ, મૃતદેહ લેવા ઈનકાર

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માણસાનું દંપતી બાળકને લઈને આવ્યું હતું: ગાંધીનગર સિવિલના સત્તાધીશોએ મૃત શિશુને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી પોલીસ ફરિયાદ કરી

માણસામા રહેતા દંપતિનુ બાળક બિમાર થઇ જતા તેને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લવાયુ હતુ. જ્યાં બાળકને એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરાયુ હતુ. તબીબ સારવાર કરી રહ્યા હતા. તે દરમિયાન બાળકનુ મોત થઇ જતા દંપતીએ શિશુના મૃતદેહનો અસ્વિકાર કર્યો હતો અને તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી બાદ શિશુના મૃતદેહને મુકીને દંપતી જતુ રહેતા સિવિલ સત્તાધિશોએ સેક્ટર 7 પોલીસમાં ફરિયાદ કરી હતી. આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ માણસાના દંપતિનું એક મહિનાનુ બાળક બિમાર થઇ જતા જેને લઇને માણસા સિવિલ હોસ્પિટલમા લઇ જવાયુ હતુ.

જ્યા તબિયત વધારે બગડતા ગત મોડી રાત્રે વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ લાવવામા આવ્યુ હતુ. જેને સિવિલના એનઆઇસીયુ વોર્ડમાં દાખલ કરાયુ હતુ. જ્યાં હાજર તબીબ સારવાર ચાલુ કરે તે પહેલા જ શિશુનુ મોત થયુ હતુ.જેને લઇને બાળકના માતા પિતાએ આક્ષેપ કર્યો હતો કે, જ્યારે બાળકને લાવવામા આવ્યુ તે સમયે જીવીત હતુ. તબીબે સમયસર સારવાર શરૂ કરી ન હતી અને વાતો કરી રહ્યો હતો. જો મારા બાળકને યોગ્ય સમયે સારવાર અપાઈ હોત તો જીવતો હોત. જેને લઇને સિવિલમાં જ મોડી રાત્રે હોબાળો થયો હતો.

બાળકનુ મૃત્યુ થતા મૃતદેહ સ્વિકારવાની ના પાડી હતી અને દંપતિ સિવિલમાંથી નિકળી ગયુ હતુ. ત્યારબાદ સિવિલ સત્તાધિશો મુસીબતમા મુકાઇ ગયા હતા. બાળકના મૃતદેહનો સ્વિકાર નહિ કરતા આખરે સત્તાધિશોએ સેક્ટર 7 પોલીસને જાણ કરી બોલાવી હતી અને સિવિલમાં આવેલા કોલ્ડ સ્ટોરેજમા રખાયુ હતુ. જોકે, લખાઇ રહ્યુ છે ત્યાં સુધી બાળકના મૃતદેહને લઇ જવાયો નથી. જેથી પોલીસ અને સિવિલ તંત્ર મુસીબતમા મુકાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...