આક્ષેપ:સરગાસણના જમીન કેસમાં ખોટી રીતે નામ સામેલ કરાયાનો આક્ષેપ

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાયદાકીય રીતે ન્યાય મેળવીશંુ: નોટરી

સરગાસણ ગામની સીમમા આવેલી જમીનમા ખેડૂત દ્વારા 9 આરોપી સામે લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ દાખલ કરાવતા તમામ આરોપીઓ ભૂગર્ભમા ઉતરી ગયા છે. ત્યારે 9 આરોપીમા સામેલ તેવા ગાંધીનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ કમ નોટરીએ કલેક્ટરને અરજી આપતા આક્ષેપ કર્યો હતો કે, આ બાબતે ખોટી રીતે મારૂ નામ સામેલ કરવામા આવ્યુ છે.

ગાંધીનગર બાર એસોસિએશનના ઉપપ્રમુખ અને નોટરી ચિંતન ત્રિવેદીએ સરગાસણની જમીન કેસમાં તેનુ નામ સામેલ કરાયાને લઇને આક્ષેપ કરતા કલેક્ટરને અરજી આપી હતી કે, જમીનના સર્વે નંબર 401/3, 402, 406/14મા કુટુંબ વહેચણી રેકર્ડમા થઇ ગઇ છે. તમામ લોકોના હક્ક હિસ્સા અલગ 7/12મા ચાલતા આવે છે. તેમ છતા ખોટી ફરિયાદ રદ કરવા માગણી છે.

ફરિયાદીની જમીન સ્થળ સ્થિતિ અલગ છે અને તેમના ભાઇની જમીન પણ અલગ છે. જમીન વેચવા માટે ખેડૂતે જમીન દલાલોને જાણ કરી હતી. એડવોકેટ અને નોટરીની ભૂમિકામા ફક્ત ઓળખ આપનાર અને રૂબરૂ સહિ કરનાર હાજર હોય એટલે નોંધણી કરવાની હોય છે.

જ્યારે તેમા લખેલા લખાણ બાબતે કોઇ જવાબદારી હોતી નથી. તે ઉપરાંત આક્ષેપ કર્યો હતો કે, જમીન મૂળ ફરિયાદીના નામે છે જ નહિ, તો કેવી રીતે ફરિયાદ દાખલ કરી શકે. નોટરીએ ચીમકી આપી હતી કે, કાયદાકીય રીતે ન્યાય મેળવીશુ, પરંતુ માનહાની બાબતે કાર્યવાહી કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...