આરોગ્ય કમિશનરનો આદેશ:સરકારી કચેરીઓમાં તમામનું વેક્સિનેશન સ્ટેટસ તપાસાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્ગ-2 અને 3ના કર્મચારીઓની બદલી માટે ટ્રાન્સફર પોલીસી બનાવવા આરોગ્ય કમિશનરનો આદેશ

કોરોનાની સભંવિત ત્રીજી લહેરના આગમન પહેલાં જ તેને ખાળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા પબ્લિક હેલ્થ ફેસિલિટિઝમાં તેમજ સરકારી કચેરીઓમાં આવતા તમામ વ્યક્તિઓનું વેક્સિનેશન સ્ટેટસ ચકાસવા માટેની વ્યવસ્થા ગોઠવવાનો કમિશનરે આદેશ કર્યો છે. ઉપરાંત વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓની બદલી માટેની ટ્રાન્સફર પોલીસી બનાવવો પણ આદેશમાં ઉલ્લેખ કરાયો છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરીને વધુ ને વધુ સઘન બનાવવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેને પરિણામે ગામ, વોર્ડમાં વેક્સિનના પ્રથમ ડોઝની કામગીરી 100 ટકાની કામગીરી થવા લાગી છે. તેમ છતાં અમુક વ્યક્તિઓએ રસીનો પ્રથમ ડોઝ પણ લીધો નથી. જોકે આરોગ્ય વિભાગ દ્વારા હવે રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી બાદ હવે બીજા ડોઝની કામગીરી વધારવાર ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને પરિણામે કોરોનાની બીજી લહેર જેવી ઘાતકતા સભંવિત ત્રીજી લહેરમાં સામે થાય નહી તે કારણ હોવાની શક્યતા રહેલી છે. જોકે બીજી તરફ સમગ્ર દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝ પુરા થવાની તૈયારીમાં છે. એટલે કે દેશની 100 કરોડ જનતાએ રસીનો પ્રથમ ડોઝ લીધો હોવાથી તેની ઉજવણીનું પણ આયોજન કરવા આરોગ્ય કમિશનરે આદેશ કર્યો છે.

જોકે સઘન વેક્સિનેશનના ભાગરૂપે આરોગ્ય કમિશ્નરના આદેશમાં કરેલા ઉલ્લેખ મુજબ તમામ પબ્લિક હેલ્થ ફેસિલિટિઝમાં તથા સરકારી કચેરીઓમાં આવતા તમામ વ્યક્તિઓનું વેક્સિનેશન સ્ટેટસ ચકાસવા માટેની વ્યવસ્થા ગોઠવવી. આથી સરકારી કચેરીના કામે આવતી વ્યક્તિએ રસીના કેટલા ડોઝ લીધા છે તેની ચકાસણી કરાશે. જેણે રસી લીધી નથી તેવી વ્યક્તિઓને સરકારી કચેરીઓમાં પ્રવેશ આપવામાં આવે નહી. કે કચેરીમાં રસી આપવાની વ્યવસ્થા ગોઠવવા સહિતની સુવિધા ઉભી કરવાની શક્યતા રહેલી છે. ઉપરાંત વર્ગ-2 અને વર્ગ-3ના કર્મચારીઓની બદલી માટે ટ્રાન્સફર પોલીસી બનાવવી. દિવાળી નિમિત્તે આરોગ્ય મંત્રી તરફથી તમામ પદા અધિકારી અને કર્મચારીઓની આરોગ્યની કામગીરી માટે અભિનંદન પાઠવતો પત્ર લખવો.

અન્ય સમાચારો પણ છે...