તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાથરસ કથિત ગેંગરેપ મામલો:ચારેય આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવ્યાં, FSLમાં તમામના નાર્કોટેસ્ટ કરવામાં આવશે

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પીડિતાની ફાઇલ તસવીર

હાથરસ ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને ગાંધીનગર લાવવામાં આવ્યા છે. ગાંધીનગર FSLમાં હવે આ ચારેય આરોપીઓના અહીં નાર્કોટેસ્ટ કરાવામાં આવશે. કથિત ગેંગરેપ કેસના ઘટનાસ્થળે સૌપ્રથમ પહોંચવાનો દાવો કરનારા છોટુ નામનો યુવક નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ માટે તૈયાર છે. તેનું કહેવું છે કે, સત્ય સામે લાવવા માટે તે તૈયાર છે.

શું છે આખો મામલો?
હાથરસ જિલ્લાના ચંદપા વિસ્તારના બુલગઢી ગામમાં 14 સપ્ટેમ્બરે 4 લોકોએ 19 વર્ષની યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. આરોપીઓએ તેની જીભ પણ કાપી દીધી હતી. દિલ્હીમાં સારવાર દરમિયાન પીડિતાનું મોત થઈ ગયું. પોલીસે મંગળવારે રાતે ગામમાં લાવીને લાશને સળગાવી દીધી. આ કેસમાં ચારેય આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. જોકે પોલીસનો દાવો છે કે દુષ્કર્મ નથી થયું.

DM વિરુદ્ધ અત્યારસુધી એક્શન નથી લેવાઈ
ગેંગરેપનો શિકાર બનેલી યુવતીની લાશ ઉતાવળમાં સળગાવ્યા પછી પોલીસતંત્ર પર સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. પરિવારે આરોપ લગાવ્યો હતો કે ડીએમ પ્રવીણ કુમાર લક્ષકારે દબાણ કર્યું હતું અને કહ્યું હતું કે યુવતી કોરોનાથી મરી જાત તો શું વળતર મળતું? જોકે સરકારે ડીએમ વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

હાથરસના એસપી સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ
હાથરસ કેસમાં પોલીસ-તંત્રના વલણના વિરોધમાં દેશભરમાં થઈ રહેલા દેખાવો વચ્ચે યોગીસરકારે પોલીસ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શુક્રવારે સરકારે હાથરસના એસપી વિક્રાંત વીર સહિત 5 પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો