બદલી:જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાં તમામ નવા અધિકારીઓ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ વિભાગે બદલીનો ગંજીફો ચીપ્યો
  • ​​​​​​​ખેતીવાડી વિભાગના એક સાથે 5 અધિકારીઓની બદલી કરવામાં આવી

રાજ્યભરના ખેતીવાડી અધિકારીઓની બદલીનો ગંજીફો રાજ્યના કૃષિ વિભાગે ચીપ્યો છે. આથી ગાંધીનગર જિલ્લા પંચાયતના એક સાથે પાંચ અધિકારીઓની બદલી થઇ છે. જે ગત વર્ષ-2017નું અધિકારીઓની બદલીનું પુનરાવર્તન થવા પામ્યું છે.

ગ્રામ પંચાયતની ચુંટણીને પગલે જે રાજ્યના કૃષિ વિભાગે ત્રણ વર્ષથી વધુ સમય સુધી એક જ જગ્યાએ ફરજ બજાવતા જિલ્લાના ખેતીવાડી અધિકારીઓની સંવર્ગ-2ની બદલીઓ કરવામાં આવી છે. તેમાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પાંચ અધિકારીઓની બદલી થતાં તમામ નવા અધિકારીઓ આવશે.

જોકે ગત વર્ષ-2017માં પણ કૃષિ વિભાગની બદલીઓમાં પણ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી એકસાથે ચાર અધિકારીઓની બદલી કરી હતી. ગાંધીનગર જિલ્લા પંચાયતના મખેની પેવિ અધિકારી અનિશ બળવંતરાય ભટ્ટની બદલી મહેસાણા જિલ્લામાં કરી છે.

મદદનીશ ખેતિ નિયામક ડી.પી.જાદવની બદલી ભાવનગર, મદદનીશ ખેતી નિયામક પેવિ (વિસ્તરણ)ની બદલી સાબરકાંઠામાં, મદદનીશ ખેતિ નિયામક (વિસ્તરણ) પ્રફુલકુમાર ગીરીશભાઇ પરમારની ગાંધીનગર મખેની (બીજચપ્ર) સેક્ટર-15, ગાંધીનગર ખાતે કરી છે. જ્યારે મદદનીશ ખેતિનિયામક એગ્રોના શશીકાંત વક્તાભાઇ પટેલની બદલી ગાંધીનગર જિલ્લા પંચાયતના મદદનીશ ખેતી નિયામક તરીકે કરી છે.

જ્યારે નડિયાદના મખેનિ (ક.અ.) દુષ્યંત બાબુલાલ દિવાન, કૃષિ ભવનના મખેનિ (અંક)ના પારૂલ સુમનભાઇ પરમાર, મખેનિ (જચપ્ર) તરીકે તૃપ્તિબેન પ્રદિપકુમાર પટેલ, કૃષિભવનના મખેનિ (સ.શા.) દિવ્યાબેન રણછોડભાઇ પરમાર અને મખેનિ (કૃ,અર્થ.)ના ડો.જાનકી ઝવેરભાઇ ક્યાડા, કૃષિભવનના મખેનિ (એગ્રો) તરીકે પલક ભરતકુમાર પટેલ, કૃષિભવનના મખેનિ (કઠોળ)ના યશવંતસિંહ વિક્રમસિંહ બિહોલા, કૃષિભવનના મખેનિ (પેસ્ટી)ના વિપુલકુમાર કાળુભાઇ કથરીયા, મખેનિ વિસ્તરણના હિરેનકુમાર ભીખુભાઇ પટેલ, મહેસાણાના મખેનિ (તામુ) અશ્વિનકુમાર રામજીભાઇ ચૌધરી, બનાસકાંઠાના મખેનિ (એગ્રો) લાલજી અંબારામજી ઠાકોરની બદલી ગાંધીનગર ખાતે કરવામાં આવી છે. આથી જિલ્લાની ખેતીવાડીની દરેક ઓફિસની ખાલી પડેલી જગ્યાઓ ભરાઇ ગઇ હોવાની ચર્ચા ખેતીવાડી વિભાગના કર્મચારીઓમાં જોવા મળતી હતી.

આમ ગાંધીનગર જિલ્લા પંચાયતના પાંચ અધિકારીઓની બદલી થતાં એકસાથે સાથે પાંચ અધિકારીઓની બદલી થતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ બદલીઓ જોતાં ગત વર્ષ-2017નું અધિકારીઓની બદલીનું પુનરાવર્તન થવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...