તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરણી:ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સર્વ જ્ઞાતિ સમભાવ, 8 સમિતિની રચનામાં તમામ જ્ઞાતિનો સમાવેશ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેઠકમાં સંભવિત ચેરમેનોની વરણી કરાશે

ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટાયેલી પાંખની પ્રથમ સામાન્ય સભા મંગળવારે જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપ પટેલની અધ્યક્ષતામાં મળી હતી. સામાન્ય સભામાં જિલ્લા પંચાયતની કુલ આઠ સમિતિઓની રચના કરાઈ હતી. સમિતિઓના ચેરમેનની નિમણૂકમાં પાટીદાર અને ઠાકોર સમાજને સરખો ન્યાય આપવામાં આવ્યો છે.

ઉપરાંત ક્ષત્રિય અને ચૌધરી સમાજના ઉમેદવારોને પણ ચેરમેનનું પદ મળે તેવી શક્યતા રહેલી છે. જોકે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઇ ત્યારે જ કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરી હતી. જ્યારે સામાન્ય સભામાં બાંધકામ, આરોગ્ય, શિક્ષણ, મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ માટેની સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઇ માટેની સમિતિના ચેરમેનો વરણી સમિતિઓની બેઠકમાં કરાશે.

કારોબારી સમિતિના સભ્યો
કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી. તેમાં દિનેશજી આતાજી ઠાકોર, અનિલભાઇ બાબુલાલ પટેલ, રાજેન્દ્રસિંહ વીરાજી રાઠોડ, પારસબેન કિરીટસિંહ બિહોલા, હંસાબેન ઇન્દ્રવદનભાઇ પટેલ, રંજનબેન અનિલભાઇ જાદવ, શિલ્પાબેન જયેશભાઇ પટેલ, લીલાબેન જયંતીભાઇ પટેલ, જયાબેન સંજયકુમાર ઠાકોરનો સમાવેશ કરાયો છે.

સામાજિક ન્યાય સમિતિના સભ્યો
સામાજિક ન્યાય સમિતિમાં કવિતાબેન દશરથજી ઠાકોર જ્યારે કો-ઓપ્ટ સભ્યો તરીકે વિનોદભાઇ માધાભાઇ ગોહિલ, નવિનભાઇ ધનજીભાઇ મકવાણા, ગણપતભાઇ બબાભાઇ રાઠોડનો સમાવેશ કરાયો છે.

શિક્ષણ સમિતિમા સમાવેશ કરાયેલા સભ્યો
શિક્ષણ સમિતિની રચના કરતા તેમાં નાથુભાઇ મોતીભાઇ પટેલ, શિલ્પાબેન જયેશભાઇ પટેલ, હંસાબેન ઇન્દ્રવદનભાઇ પટેલ, રંજનબેન અનિલભાઇ જાદવ, માધવલાલ જોઇતારામ પટેલ, ચંદ્રિકાબેન નવિનસિંહ ઠાકોરનો સમાવેશ કરાયો છે.

જાહેર આરોગ્ય સમિતિના સભ્યોનો સમાવેશ
જાહેર આરોગ્ય સમિતિની વરણીમાં મીનાબેન લલીતકુમાર ઠાકોર, ભરતજી રાયસંગજી ઠાકોર, ગુણવંતસિંહ પીથુસિંહ ચાવડા, અમરતબેન ભરતજી ઠાકોરનો સમાવેશ કરાયો છે.

જાહેર બાંધકામ સમિતિના સભ્યો
જાહેર બાંધકામ સમિતિની રચના કર્યા બાદ તેમાં કલ્પેશભાઇ મણીલાલ પટેલ, અનિલભાઇ બાબુલાલ પટેલ, પારસબેન કિરીટસિંહ બિહોલા, જયાબેન સંજયકુમાર ઠાકોર, પિનાબેન પલ્કેશભાઇ ચૌધરીનો સમાવેશ કરાયો છે.​​​​​​​

અપિલ સમિતિમાં સભ્યોની રચના
અપિલ સમિતિની વરણીમાં સભ્યોમાં દિલીપભાઇ સામળભાઇ પટેલ, ભારતસિંહ બળસિંહ ઝાલા, લીલાબેન જયંતીભાઇ પટેલ, ગુણવંતસિહ પિથુસિંહ ચાવડાનો સમાવેશ કરાયો છે.​​​​​​​

ઉત્પાદન સહકાર અને સિંચાઇ માટેની સમિતિ
ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિમાં ભારતસિંહ બળસિંહ ઝાલા, પિનાબેન પલ્કેશભાઇ ચૌધરી, ભરતજી રાયસંગજી ઠાકોર, રાજેન્દ્રસિંહ વીરાજી રાઠોડનો સમાવેશ કરાયો છે.

મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ માટેની સમિતિ
મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ માટેની સમિતિમાં અમરતબેન ભરતજી રાઠોડ, નાથુભાઇ મોતીભાઇ પટેલ, મીનાબેન લલીતકુમાર ઠાકોર, કવિતાબેન દશરથભાઇ ઠાકોરનો સમાવેશ કરાયો છે.​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો