તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચંદ્રાલા પાસે ખાનગી બસના પેસેન્જર પાસેથી દારૂ ઝડપાયો

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાનમાંથી દારૂની 20 બોટલ ઝબ્બે, કુલ રૂ.15 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે ખાનગી બસના પેસેન્જરના સામાનમાંથી દારૂની 20 બોટલ ઝડપાઈ હતી. ચિલોડા પોલીસનો સ્ટાફ શુક્રવારે વહેલી સવારે ચંદ્રાલા ખાતે વાહન ચેકિંગમાં હતો. વહેલી સવારે 6 વાગ્યાના સુમારે હિંમતનગર તરફથી રાજસ્થાન પાસિંગની લક્ઝરી બસ આવી હતી. પોલીસે બસને સાઈડમાં કરાવીને ચેકિંગ હાથ ધરતા એક પેસેન્જરના સામાનમાંથી વિદેશીદારૂની બોટલો મળી આવી હતી.

જેને પગલે પોલીસે તેને સામાન સાથે નીચે ઉતારીને નામ પૂછતાં તે રાજસ્થાનનો જશવંતસિંહ ગણપતસિંહ રાણાવત (28 વર્ષ, રહે- મેઈન રોડ પોમાવા, સુમેરપુર, પાલી) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ચેક કરતાં સામાનમાં 750 એમએલની 20 બોટલ મળી નીકળી હતી. જેને પગલે પોલીસે 12 હજારની કિંમતનો વિદેશીદારૂ અને 3 હજારની કિંમતનો ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચિલોડા પોલીસે આરોપી યુવક સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ચેક કરતાં સામાનમાં 750 એમએલની 20 બોટલ મળી નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો