તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચંદ્રાલા પાસેે લક્ઝરી બસમાં પેસેન્જર પાસેથી દારૂ ઝડપાયો

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 શખ્સો દારૂની 84 બોટલ સાથે ઝબ્બે
  • સુરેન્દ્રનગરના 2 શખ્સો સામે ગુનો દાખલ

ચિલોડા-હિંમતનગર હાઈવે પર ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી બે શખ્સો દારૂની 84 બોટલ સાથે ઝડપાયા હતા. ચિલોડા પોલીસનો સ્ટાફ શનિવારે રાત્રે વાહન ચેકિંગમાં હતો. ત્યારે સાડા અગિયાર વાગ્યાના સુમારે હિંમતનગર તરફથી રાજસ્થાન પાસિંગની એક લક્ઝરી બસ આવી હતી. પોલીસે બસના પેસેન્જર્સનો સામાન ચેક કરતાં બે શખ્સોના સામાનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બંને પેસેન્જરની પૂછપરછ કરતાં તેઓ સુરેન્દ્રનગરના કોરડાના વિપુલ ધીરૂભાઈ રોજાસરા (24 વર્ષ) અને જયસુખ મનસુખભાઈ લીંબડીયા (25 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂની બોટલ ગણી જોતા કુલ 84 બોટલ મળી આવી હતી. જેને પગલે પોલીસે 29,400ની કિંમતનો દારૂનો જથ્થો અને 10 હજારના બે ફોન મળી કુલ 39,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચિલોડા પોલીસે બંને શખ્સો સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને તેમના કોરોના ટેસ્ટ કરાવવા સહિતની કાર્યવાહી હાથધરી હતી. જે બાદ આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં લઈ જઈ રહ્યાં હતા તથા અગાઉ આ પ્રકારે કેટલી વખત દારૂની ખેપ મારી છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...