તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચિલોડા-હિંમતનગર હાઈવે પર પ્રાઈવેટ ગાડીઓમાં થતી દારૂની હેરાફેરી પકડાઈ જતા ખેપિયાઓએ બસના પેસેન્જર તરીકે દારૂની હેરાફેરી વધારી છે. ત્યારે ચિલોડા પોલીસે છેલ્લા અઢી માસમાં બસમાં દારૂ લઈને નીકળેલા 12 જેટલા ખેપિયાઓને ઝડપી પાડ્યા હતા. જેને પગલે હવે બસોમાં પાર્સલ મારફતે દારૂની હેરાફેરી વધી છે. 3 દિવસ પહેલાં ચિલોડા પોલીસે 2 પાર્સલમાં મોકલાયેલા દારૂના 240 ટેટ્રાપેક ઝડપી પાડ્યા હતા. ત્યારે રવિવારે વહેલી પરોઢે વધુ બસમાંથી દારૂ ભરેલું પાર્સલ ઝડપાયું હતું. ચિલોડા પોલીસનો સ્ટાફ ચંદ્રાલા ખાતે વાહન ચેકિંગમાં હતો, ત્યારે હિંમતનગર તરફથી રાજસ્થાન પાસિંગની ખાનગી બસ આવી રહી હતી. પોલીસે બસની ચેકિંગ કરતાં ડેકીમાંથી 2 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. જેને ખોલીને જોતા અંદરથી દારૂની 16 બોટલ મળી આવી હતી.
ડ્રાઈવર-કંડક્ટરને આ બાબતે પૂછતાં પાર્સલ ઉદેપુરથી બાલાજી એન્ટરપ્રાઈઝ નામથી આપ્યું હોવાનું અમદાવાદ ખાતે ભરત ટ્રેડીંગ વાળાએ મંગાવ્યું હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે પોલીસે 26,400ની કિંમતની દારૂની 16 બોટલ જપ્ત કરીને પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે બંને શખ્સોના ફોન નંબરના આધારે તેને ઝડપી લેવા તપાસ શરૂ કરવામાં આવી છે. તેમજ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.