તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:ચંદ્રાલાથી ટેટ્રા પેક, ઘુંઘટ હોટલ અને હડમતિયા નજીકથી દારૂ પકડાયો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 19190નો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી
  • ચિલોડા , પેથાપુર અને સેક્ટર 7 પોલીસે દરોડા પાડ્યા હતા

જિલ્લામા એક જ દિવસમાં પોલીસે 3 જગ્યાએથી દારૂ ઝડપી પાડ્યો હતો. ચિલોડા પોલીસે ચંન્દ્રાલા પાસેથી, પેથાપુર પોલીસે હોટલ ઘુંઘટ પાસેથી અને સેક્ટર 7 પોલીસે હડમતિયા પાસે એક સોસાયટીના દરવાજા આગળથી દારૂ ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

ચિલોડા પોલીસ દ્વારા ચંન્દ્રાલા પાસે ચેકીંગ દરમિયાન ખાનગી ટ્રાવેલ્સમાંથી પાછળના ભાગે આવેલી એક ડેકીમાંથી પાર્સલ મળી આવ્યુ હતુ. જેને પોલીસ કર્મચારીઓએ ચેકીંગ કરતા તેમા 100 નંગ ટેટ્રા પેક કિંમત 8400ના મળી આવ્યા હતા. આ પાર્સલ અમદાવાદ સીટીએમ ઉતારવાના હતા, જ્યાં મહોબતસિંહ નામનો શખ્સ દારૂની ડીલીવરી લેવા આવવાનો હતો. ત્યારે પોલીસે મહોબતસિંહ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

માણસા રોડ ઉપર આવેલી ઘુંઘટ હોટલ પાસે એક વ્યક્તિ લાકડાના ફરમા લઇને ઉભો હતો. લાકડાના ફરમામા લાકડુ કાપીને ખાનુ બનાવવામા આવ્યુ હતુ. જેમા 16 નંગ બોટલ કિંમત 9600ને સંતાડીને ઉભો રહ્યો હતો. પોલીસે આરોપી કલ્યાણસિંહ કાલુસિંહ ચૌહાણ (રહે, ગંઠેરી, ભદેસર, ચિતોડગઢ, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો, જ્યારે દારૂ રાજસ્થાનના ઠેકા ઉપરથી ખરીદી કરી લાવવામા આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી ગુનો નોંધ્યો હતો.સેક્ટર 7 પોલીસને બાતમી મળી હતી કે, વાસણા હડમતિયામા આવેલી એક સોસાયટીના દરવાજા બહાર છુટક દારૂનુ વેચાણ કરવામા આવી રહ્યુ છે. જેને લઇને છુપી રીતે તપાસ કરાતા પોલીસે આદિત્ય મહેશ લોધા અને તેનો ભાઇ ધ્રુવ મહેશ લોધા (બંને રહે, હડમતિયા શાંતિકુંજ સોસાયટી, ગાંધીનગર.મૂળ રહે, રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. આરોપી પાસેથી અલગ અલગ બ્રાન્ડની 8 નંગ બોટલ અને બિયરના 19 ટીન કિંમત 14190 મળી આવ્યા હતા. પોલીસે 19190નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...