તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઉવારસદમાં ભેંસના તબેલામાં ભૂગર્ભમાં દાટેલો દારૂ ઝડપાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બુટરલેગર ફરાર, પોલીસે ગુનો નોંધ્યો
  • જમીનમાં દાટેલા લોખંડના પીપમાંથી રૂ.6360ના બિયરનાં 53 ટીન મળ્યાં

ઉવારસદનું રાણજીપરુ દારૂ માટે હોટફેવરીટ બનતું જાય છે. દેશી અને વિદેશી દારૂ મોટા પ્રમાણમાં પોલીસ પકડી રહી છે. ત્યારે અડાલજ પોલીસે રાણજીપરામાં રહેતા બુટલેગરે ભેંસના તબેલામાં સંતાડેલા બિયરના ટીન પકડી પાડ્યા હતા. બુટલેગરો દારૂ સંતાડવા માટે અનેક કિમિયા કરી રહ્યા છે ત્યારે પોલીસ પણ તેને નિષ્ફળ બનાવી રહી છે. મળતી માહિતી મુજબ, અડાલજ પોલીસ મથકના એએસઆઇ નિલેશકુમારને બાતમી મળી હતી કે, ઉવારસદના રાણજીપરામાં બિયરના ટીન રાખી એક યુવક વેપાર કરી રહ્યો છે.

ત્યારે પોલીસે મુકેશ ઉર્ફે ટીનો ભીખા ઠાકોર (રહે, રમણજીપુરા ઉવારસદ)ના ઘરે રેડ કરી હતી. પોલીસે ઘરે તપાસ કરતા કોઇ હાજર ન હતું, પરંતુ આજુબાજુમાં તપાસ કરતા ભેંસના તબેલામાં જમીનમાં દાટવામાં આવેલા એક લોખંડના પીપમાં 53 નંગ બિયર કિંમત રૂ.6360 મળી આવ્યા હતા. જ્યારે બુટરલેગર ફરાર હોવાના કારણે પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનિય છે કે, બુટલેગરો પોલીસથી દારૂ છુપાવવા અનેક પ્રયાસ કરે છે, ત્યારે પોલીસ પણ તે કિમિયાને નિષ્ફળ બનાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...