તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્શન ચાલુ:જન્માષ્ટમી નિમિત્તે ગાંધીનગરનું અક્ષરધામ મુલાકાતીઓ માટે ખુલ્લું રખાશે; સામાન્ય દિવસોમાં સોમવારે મંદિર બંધ હોય છે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

જન્માષ્ટમી પર્વ નિમિત્તે અક્ષરધામ મંદિરને ખુલ્લુ રાખવાનો બીએપીએસ સંસ્થાએ નિર્ણય લીધો છે. જોકે કોવિડની નિયત કરેલી ગાઇડ લાઇન મુજબ મુલાકાતીઓને સંકુલમાં પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત સંકુલમાં કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરાવવામાં આવશે. જોકે સામાન્ય દિવસોમાં અક્ષરધામ મંદિર દર સોમવારે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે.

કોરોનાની મહામારીની બીજી લહેર હાલમાં શાંત જોવા મળી રહી છે. ત્યારે લોકો સાતમ-આઠમના તહેવારો મન મૂકીને માણી રહ્યા છે. જોકે કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લાતંત્ર દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભરાતા લોકમેળાને મંજુરી આપવામાં આવી નથી. ઉપરાંત મંદિરોમાં જન્માષ્ઠમી પર્વની ઉજવણી વખતે રાજ્ય સરકારે નિયત કરેલી કોરોનાની એસઓપીનું ચુસ્તપાલન કરવાનું રહેશે. ત્યારે રાજ્યના પાટનગરના પ્રવાસન ધામ તરીકે ઓળખ ઉભી કરનાર બોચાસણવાસી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત અક્ષરધામને મુલાકાતીઓ માટે જન્માષ્ટમીના દિવસે ખુલ્લુ રાખવામાં આવનાર છે. જોકે વર્તમાન કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને નિયત કરેલા નિયમોનું ચુસ્ત પાલન મુલાકાતીઓએ કરવાનું રહેશે.

ઉપરાંત અક્ષરધામ મંદિરના સંકુલમાં ફરજ બજાવતા સ્વંયસેવકો પણ મુલાકાતીઓને કોરોનાની ગાઇડ લાઇનનું ચુસ્તપાલન કરાવશે તેવી વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું અક્ષરધામ સંકુલના પીઆરઓ જાગૃત પટેલે જણાવ્યું છે.