આયોજન:મતદાન જાગૃતિ માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રથયાત્રાનું આયોજન કર્યું

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યાત્રા બેઠકોના વિસ્તારોની કોલેજોમાં ફરી યુવાનોને મતદાન કરવા જાગ્રત કરશે

પ્રથમ વખત મતદાન કરતા કોલેજના વિદ્યાર્થીઓ મતદાનની જાગૃત્તતા આવે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું છે. રથયાત્રા જિલ્લાની પાંચ બેઠકોમાં આવેલી સાયન્સ, આર્ટ્સ, કોમર્સ, પોલીટેકનિક, એન્જિનિયર, મેડિકલ, ફિઝોયોથેરાપી, નર્સિંગ, ડેન્ટલ, હોમિયોપેથી, આર્યુવેદિક સહિતની કોલેજોમાં રથયાત્રા જઇને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃતિ માટે જાણકારી અાપશે.

વિધાનસભાની ચુંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતિ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં આવેલી તમામ કોલેજોમાં ભ્રમણ કરશે.

કોલેજોમાં વિદ્યાર્થીઓને મતદાન કરવાથી શું શું ફાયદો થશે. ઉપરાંત મતદાન કેમ કરવું જોઇએ તેની જાણકારી આપવામાં આવશે. વધુમાં પ્રથમ વખત મતદાન કરતા યુવા મતદારોને દરેક ચૂંટણીમાં મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવશે. વિદ્યાર્થીઓને તમે તો ફરજિયાત મતદાન કરજો. ઉપરાંત તમારા રહેણાક વિસ્તારના આસપાસના લોકોને મતદાન કરવાની જાણકારી આપીને તેઓને પણ મતદાન કરવા પ્રેરણા આપવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું.

ચૂંટણી લોકશાહીનો ભાગ હોવાથી વિદ્યાર્થીને આચારસંહિતા સહિતની જાણકારી અપાશે
કોલેજના વિદ્યાર્થીઓને મતદાનની સાથે સાથે ચૂંટણીને લઇને આદર્શ આચારસંહિતા વિશે પણ જાણકારી આપવામાં આવશે. ચૂંટણી એ લોકશાહીનો એક ભાગ હોવાથી લોકશાહીને જીવંત રાખવા માટે મતદાન એકમાત્ર ઉપાય હોવાનું વિદ્યાર્થીઓને જાણકારી આપી હતી. આથી લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકો મતદાન કરે તે અંગેની જાગૃતિ આપવાની કોલેજના વિદ્યાર્થીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ મહામંત્રી અમનસિંહ ચાવડાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...