તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શુભ મુર્હત:અખાત્રીજ ડિલરો રૂ. 4 લાખથી 10 લાખ કિંમતની 80 ફેમિલી કારનું વેચાણ કરશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોના-ચાંદી દુકાની બંધ રહેતાં વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું

કોરોનાની મહામારી વચ્ચે અખાત્રીજના દિવસે જિલ્લાના ડિલરો રૂ. 4 લાખથી 10 લાખ કિંમતની 80 જેટલી ફેમીલી કારનું વેચાણ કરશે. અખાત્રીજે કારના વેચાણ માટે ડિલરો દ્વારા ગ્રાહકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. સવા વર્ષથી કોરોનાના કહેરને પગલે સતત બીજા વર્ષે પણ અખાત્રીજે સોના-ચાંદી તેમજ ઇલેક્ટ્રિકની દુકાનો બંધ રહેતા વેપારીઓને મુર્હતની આશા ઉપર પાણી ફળી વળ્યું છે. જોકે હિન્દુશાસ્ત્રોમાં અખાત્રીજ એટલે વણજોયું મુર્હત કહેવામાં આવે છે.

આ દિવસે ગાડી, સોનું, ચાંદી, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ કે ફર્નિચરની ખરીદી શુભ માનવામાં આવે છે. ઉપરાંત અખાત્રીજ પછી લગ્નના શુભ મુર્હત શરૂ થતા હોવાથી તેના કારણે ઉપરોક્ત વેપારીઓને ત્યાં ખરીદી થતી હોય છે. પરતંુ તેમની આશા પર પણ પાણી ફરી વળ્યું છે. ગાડીઓના શો-રૂમમાં ટીમ લીડર તરીકે નોકરી કરતા જયરાજસિંહ વાઘેલાએ જણાવ્યું છે કે અખાત્રીજ નિમિત્તે જિલ્લામાંથી 80 જેટલી ગાડીઓના વેચાણમાં ફેમીલી કાર રૂ.4થી રૂ.10 લાખ કિંમતની ગાડીઓનું વેચાણ રહેશે.

અખાત્રીજે ડિલીવરી માટે એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું
અખાત્રીજના દિવસે ગાડીની ડિલેવરી માટે એડવાન્સ બુકિંગ કરાયું છે. તેમાં ફેમિલી તેમજ વેપાર-ધંધા માટે ઉપયોગી બને તેવી ગાડીઓની ખરીદી પર વધુ જોક હોવાનું ઓર્થોરાઇડ ડિલરના જનરલ મેનેજર પ્રવિણભાઇ જણાવ્યું છે.

સોના અને ચાંદીની 20% જેટલી ઓનલાઇન ખરીદી થશે
અખાત્રીજના દિવસે લોકો સોનું અને ચાંદીની ખરીદી કરતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ આંશિક લોકડાઉન હોવાથી સોના-ચાંદીની દુકાનો બંધ હોવાથી મુર્હતની આશા ઠગારી નિવડી છે. ત્યારે ઓનલાઇન સોના અને ચાંદીની લગડી સહિતનું વેચાણ થવાની શક્યતા રહેલી છે. જોકે તે માત્ર 20 ટકા જેટલું હોવાનું સોના-ચાંદીના વેપારી જિજ્ઞેશભાઇ સોનીએ જણાવ્યું છે.

અમુક સમય સુધી દુકાનો ખોલવાની મંજૂરી જરૂરી : વેપારીઓ
સંક્રમણ ફેલાય નહી તે માટે મિની લોકડાઉન જરૂરી છે. પરંતુ તેની સાથે સાથે અખાત્રીજ તેમજ રમજાન ઇદનો તહેવાર પણ હોવાથી મર્યાદિત સમય સુધી દુકાનો ખોલવાની મંજુરી આપવી જોઇએ તેવી માંગણી વેપારીઓ કરી છે.

અન્ય સમાચારો પણ છે...