હનીટ્રેપ કાંડ:અમદાવાદના યુવકને ગાંધીનગરમાં ચાર દિવસ ગોંધી રાખી ખંડણીનું કાવતરું રચનાર માસ્ટર માઈન્ડ સહિત બે ઝડપાયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ કાંડમાં ઝડપાયેલી મહિલાના રિમાન્ડ પૂર્ણ થતાં તેને ગઈકાલે સેન્ટ્રલ જેલમાં ધકેલાઇ દેવામાં હતી

અમદાવાદના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી હનીટ્રેપમાં ફસાવી પાંચ લાખની ખંડણીનું કાવતરું રચનાર માસ્ટર માઈન્ડ સહિત બે આરોપીની પણ ગાંધીનગર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે આ કાંડમાં પકડાયેલી મહિલાની ધરપકડ કર્યા પછી રિમાન્ડ પૂર્ણ થતાં તેને ગઈકાલે સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવામાં આવી હતી.

અમદાવાદના મહેન્દ્રસિંહ સિસોદીયાને ઈન્સ્ટ્રાગ્રામ મારફતે સંપર્કમાં આવ્યા પછી હિના રાવે મોહજાળ ફસાવી ગાંધીનગરના વાવોલ સ્વર્ણીમ પેરેડાઇઝ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો.

બાદમાં સાગરિતો સાથે મળીને મહેન્દ્રસિંહને ચાર દિવસ સુધી ગોંધી રાખી પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી. જોકે, મોકો મળતાં મહેન્દ્રસિંહ તેમની ચુંગલમાંથી નાસી જવામાં સફળ રહ્યા પછી સેકટર - 7 પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

હનીટ્રેપ કાંડની તપાસ પીઆઈ ડી એસ ચૌધરીએ તાબાનાં પીએસઆઇ ડી એન પરમારને સોંપવામાં આવી હતી. જેનાં પગલે પોલીસે ખંડણી ખોરોને ઝડપી લેવા માટે ટેકનિકલ સર્વેલન્સ થકી તપાસનો દોર શરૂ કરી હિના પ્રહલાદસિંહ રાણાવત (રહે ચાંદરવાડા તા. બાંસવાડા રાજસ્થાન) ની ધરપકડ કરી લેવામાં આવી હતી.

રિમાન્ડ દરમિયાન હિનાએ કબૂલાત કરેલી કે, અરવિંદસિંહ સ/ઓ ગંભીરસિંહ પૃથ્વીસિંહ રાવ (રહે. વોર્ડ નંબર- ૨ ગરડા ગામ પોસ્ટ ધાવડી થાના દોવડા તા.જી. ડુંગરપુર) સાથે સંપર્કમાં આવ્યા પછી મહેન્દ્ર સિંહને મોહજાળમાં ફસાવ્યો હતો. અને તેને ગાંધીનગર બોલાવી માર મારી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની વિક્રમસિંહ ચૌહાણે પોલીસ તરીકે ઓળખાણ આપી હતી. જે હકીકતમાં અરવિંદસિંહ જ હતો.

આથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને અરવિંદસિંહ રાવને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. જેનાં પગલે અરવિંદસિંહને અમદાવાદ કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવાયો હતો. જેની પૂછતાંછમાં આ કાંડમાં પપ્પુસિંહ સ/ઓ દુલારે મેડેલાલ રાજપુત ની પણ સંડોવણી હોવાનું ખુલતા તેની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...