રાજ્યમાં છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલાઓ પર અત્યાચાર, છેડતી, દુષ્કર્મના કેસમાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ 704 કેસ સગીરા પર દુષ્કર્મના નોંધાયા છે. આ સાથે બીજા નંબરે સગીરાને ભગાડી જવાના 401 નોંધાયા હોવાનું સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું.વિધાનસભામાં ચર્ચા દરમિયાન સરકાર તરફથી જે આંકડા રજૂ કરવામાં આવ્યા તેના પર કોંગ્રેસે આકરા પ્રહારો કર્યા છે. અમદાવાદ શહેર-જિલ્લાની વાત કરીએ તો છેલ્લા બે વર્ષ દરમિયાન મહિલા પર હિંસા અને અત્યાચારના કેસોમાં વધારો થઇ રહ્યો હોવાનું વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે સ્વીકાર્યુ હતું.
વર્ષ 2021-22ની સરખામણીએ વર્ષ 2022-23માં સગારીઓને ભગાડી જવાના 63 બનાવનો વધુ નોંધાયા છે, જયારે સગીરાને ભગાડી જવા, મહિલાને ભગાડી જવાના, સગીરા પર દુષ્કર્મ, મહિલા પર દુષ્કર્મ અને સામૂહિક દુષ્કર્મના વર્ષ 2021-22માં 632 ઘટના ઘટી હતી, જેમાં 61 ઘટનાનો વધારો થતા વર્ષ 2022-23માં આંકડો 693ની સંખ્યાએ પહોંચ્યો છે.
મહિલાઓ-સગીરાઓ પરના દુષ્કર્મ, છેડતી, સામૂહિક દુષ્કર્મની ઘટનાઓમાં વર્ષ 2021-22 દરમિયાન 425 બનાવોમાં પોલીસ ફરિયાદ કરાઇ હતી, જયારે વર્ષ 2022-23 દરમિયાન 438 ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ માટે વર્ષ 2021-22 દરમિયાન 532 આરોપીઓને પકડવામાં આવ્યા અને 7 આરોપીઓને પકડવાના બાકી છે. જ્યારે વર્ષ 2022-23 દરમિયાન 541 આરોપીઓને પકડવામાં આવ્યા અને 8 આરોપી પોલીસ પકડથી દૂર છે.
સગીરાને ભગાડી જવાની ઘટનામાં વધારો | |||
ક્રમ | ઘટનાનો પ્રકાર | 2021-22 | 2022-23 |
1 | સગીરાને ભગાડી જવી | 169 | 232 |
2 | મહિલાને ભગાડી જવી | 6 | 3 |
3 | સગીરા પર દુષ્કર્મ | 353 | 351 |
4 | મહિલા પર દુષ્કર્મ | 97 | 104 |
5 | સગીરા પર સામૂહિક દુષ્કર્મ | 2 | 1 |
6 | મહિલા પર સામૂહિક દુષ્કર્મ | 5 | 2 |
કુલ | 632 | 693 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.