તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોનું શું થશે?:ગુજરાતમાં શહેરીકરણના ભોગે ખેતી સમાપ્ત થઈ રહી છે, બે વર્ષમાં 30.28 કરોડ ચો.મી.જમીન બિનખેતીની કરી દેવાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
2020માં 13.47 કરોડ ચોરસમીટર જમીનની બિનખેતીની પરવાનગી આપવામાં આવી હતી( પ્રતીકાત્મક તસવીર). - Divya Bhaskar
2020માં 13.47 કરોડ ચોરસમીટર જમીનની બિનખેતીની પરવાનગી આપવામાં આવી હતી( પ્રતીકાત્મક તસવીર).
  • 30 કરોડ ચોરસમીટર જમીન બિનખેતી કરવામાં સરકારે 2054 કરોડનું પ્રીમિયમ વસૂલ્યું

ખેતપેદાશો-કૃષિક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે તેને પ્રોત્સાહિત કરવાના કેન્દ્ર-રાજય સરકારના પ્રયત્નો-દાવા વચ્ચે ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં 30.28 કરોડ ચોરસમીટર જમીન બિનખેતી થયાનું બહાર આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા જ વિધાનસભામાં આ આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. રાજય વિધાનસભામાં મહેસૂલ વિભાગને લગતા એક પ્રશ્નના છેલ્લાં બે વર્ષમાં બિનખેતીની જમીન અંગેની માહિતી માગવામાં આવી હતી.

બિનખેતી માટે કુલ 56,566 અરજી થઈ હતી
મહેસૂલમંત્રીએ લેખિત જવાબમાં એમ કહ્યું હતું કે વર્ષ 2019માં 16.80 કરોડ તથા વર્ષ 2020માં 13.47 કરોડ ચોરસમીટર જમીનની બિનખેતીની પરવાનગી આપવામાં આવી હતી. આમ બે વર્ષમાં 30.28 કરોડ ચોરસમીટર જમીન બિનખેતી થઈ હતી. બિનખેતી પરવાનગી પેટે રાજ્ય સરકરને 2054 કરોડની પ્રીમિયમ આવક થઈ હતી. રાજ્યમાં બે વર્ષના આ સમયગાળા દરમિયાન બિનખેતી માટે કુલ 56,566 અરજી થઈ હતી, એમાં સૌથી વધુ 9075 અરજી અમદાવાદમાં, 6891 અરજી ગાંધીનગરમાં, 5360 અરજી સુરતમાં, 4783 અરજી વડોદરામાં થઈ હતી. વલસાડમાં 3058, મહેસાણામાં 3043, આણંદમાં 3077 અરજી થઈ હતી. રાજકોટમાં 2876 તથા ખેડામાં 2845 અરજી થઈ હતી.

જમીનના ભાવ અનેક ગણા વધી જતા હોવાથી એ બિનખેતી કરાવવાનો ટ્રેંડ ઊભો થયો છે. (પ્રતીકાત્મક તસવીર).
જમીનના ભાવ અનેક ગણા વધી જતા હોવાથી એ બિનખેતી કરાવવાનો ટ્રેંડ ઊભો થયો છે. (પ્રતીકાત્મક તસવીર).

બિનખેતીની પ્રક્રિયાની સત્તા અગાઉ પંચાયતો પાસે હતી
રાજ્ય સરકાર દ્વારા જમીન બિનખેતીની પ્રક્રિયાની સત્તા અગાઉ પંચાયતો પાસે હતી, એ પાછી ખેંચી લઈને જિલ્લા કલેકટરોને સોંપી દીધી હતી. જમીન બિનખેતીમાં ભ્રષ્ટાચારને રોકવા માટે આ કદમ ઉઠાવવામાં આવ્યું હતું. મહત્ત્વની વાત એ છે કે કૃષિને પ્રોત્સાહન આપવા માટે અનેક યોજના-નીતિ ઘડવામાં આવતી હોવાની સામે મોટી માત્રામાં જમીન કૃષિમાંથી બહાર નીકળી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે વધતા શહેરીકરણ વચ્ચે શહેરોના સીમાડે આવતા વિસ્તારોની જમીનના ભાવ અનેક ગણા વધી જતા હોવાથી એને બિનખેતી કરાવવાનો ટ્રેંડ ઊભો થયો છે.

રાજ્ય સરકાર હવે ઉદ્યોગોને ભાડાપેટે જમીન આપવાનો નિર્ણય કરી રહી છે (પ્રતીકાત્મક તસવીર).
રાજ્ય સરકાર હવે ઉદ્યોગોને ભાડાપેટે જમીન આપવાનો નિર્ણય કરી રહી છે (પ્રતીકાત્મક તસવીર).

રાજ્ય સરકાર ઉદ્યોગોને ભાડાપેટે આપશે પડતર જમીન
રાજ્ય સરકાર હવે ઉદ્યોગોને ભાડાપેટે જમીન આપવાનો નિર્ણય કરી રહી છે. ઉદ્યોગોને જમીન ભાડાપેટે આપવાનો ઠરાવ મહેસૂલ વિભાગે કરી દેવાયો છે. ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ પોલિસી 2020 હેઠળ ઠરાવ કર્યો છે. ભાડાપેટે આપવા માટે સરકારી પડતર જમીનનો ઉપયોગ કરાશે. ઉદ્યોગો પાસેથી જમીનનું વાર્ષિક ભાડું પૂર્ણ બજારના 6%ના દરે લેવાશે, જ્યારે દર 5 વર્ષે ભાડામાં 10%નો વધારો કરાશે. તો જમીનની લીઝની મુદત વધુમાં વધુ 50 વર્ષ નિર્ધારિત કરાઈ છે અને 50થી 100 કરોડના રોકાણવાળા ઉદ્યોગોને જમીન ભાડાપેટે મળશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો