સારવાર:કોરોનાના નવા 39 કેસની સામે 59 દર્દી સાજા થતાં રજા અપાઇ

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ બાકીના હોમ આઇશોલેશન હેઠળ

જિલ્લામાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. તેની સામે સારવારથી વધુ 59 દર્દીઓ સાજા થયા છે. જોકે કોરોનાથી સંક્રમિતોમાંથી એક દર્દીને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યા છે. જ્યારે બાકીના 38 લોકોને હોમ આઇસોલેશન સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાના સંક્રમણનો ભોગ જિલ્લાના વધુ 39 લોકો બન્યા છે. તેમાં મનપા વિસ્તારમાંથી 15 લોકો કોરોનાની ઝપટમાં આવ્યા છે. જ્યારે ચાર તાલુકાના 24 લોકો સંક્રમિત થયા છે. જ્યારે તેની સામે મનપા વિસ્તારમાંથી 28 અને ચાર તાલુકામાંથી 30 લોકો સારવારથી સાજા થયા છે.

સેક્ટર-1માંથી 16 વર્ષીય વિદ્યાર્થીની, 61 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-3નો 35 વર્ષીય યુવાન, સેક્ટર-19ના 80 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-29માંથી 46 વર્ષીય, 35 વર્ષીય યુવાનો, 45 વર્ષીય મહિલા, આલમપુરની 67 વર્ષીય મહિલા, કોબાની 50 વર્ષીય મહિલા, કુડાસણમાંથી 28 વર્ષીય યુવાન, 58 વર્ષીય મહિલા, રાંદેસણના 62 વર્ષીય વૃદ્ધ, 19 વર્ષીય વિદ્યાર્થીની, રાયસણના 59 વર્ષીય આધેડ, સરગાસણનો 45 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે.

જિલ્લા આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ દહેગામ તાલુકાના ખાખરાના 56 વર્ષીય આધેડ, ખાનપુરની 22 વર્ષીય મહિલા, રખીયાલમાંથી 47 વર્ષીય યુવાન, 50 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણાની 45 વર્ષીય મહિલા, સાદરામાંથી 43 વર્ષીય મહિલા, 17 વર્ષીય વિદ્યાર્થીની, 51 વર્ષીય આધેડ, રૂપાલમાંથી 19 વર્ષીય યુવાન, 20 વર્ષીય યુવતી કોરોનાથી સંક્રમિત થઇ છે. કલોલ તાલુકાના બોરીસણાના 60 વર્ષીય વૃદ્ધ, નગરપાલિકા વિસ્તારમાંથી 65 વર્ષીય બે મહિલાઓ, 48 વર્ષીય યુવાન, નારદીપુરનો 22 વર્ષીય યુવાન, ડીંગુચાના 53 વર્ષીય આધેડ, 18 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે.

અન્ય સમાચારો પણ છે...