કોરોનાનો કહેર:જિલ્લામાં વધુ 34 પોઝિટિવ સામે 34 દર્દી કોરોનામુક્ત, એક પણ મોત નહીં થતાં રાહત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં વધુ 34 પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યા છે, જો કે, તેની સામે 34 દર્દી કોરોનામુક્ત થયાં છે. જ્યારે એક પણ મોત નહીં થતાં તંત્રમાં રાહત થઈ છે. આ સાથે કુલ પોઝિટિવ આંક 3600 થયો.

વિદ્યાર્થી, ક્લાર્ક, કોન્સ્ટેબલ સંક્રમિત
ગાંધીનગર જિલ્લામાં સોમવારે નવા 34 કેસ નોંધાતા કુલ આંકડો 3600એ પહોંચ્યો છે. ગત તારીખ 25મી, સપ્ટેમ્બરે નવા 38 કેસ નોંધાતા કુલ આંકડો 3503 થયો હતો. આથી માત્ર ત્રણ દિવસમાં નવા કોરોના પોઝિટિવ 100 કેસ નોંધાયા છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ 36 દર્દીઓને રજા આપતા જિલ્લાની 2879 વ્યક્તિઓ કોરોનામુક્ત થઇ છે. છેલ્લા 13 દિવસથી કોરોનાના દર્દીઓના મોતનો સિલસિલો અટકતા એકપણ દર્દીનું મોત થયું નથી. કોરોનાના સંક્રમણનો ભોગ વિદ્યાર્થી, ક્લાર્ક, કોન્સ્ટેબલ, એન્જિનીયર, કમ્પાઉન્ડર, એડમિનીસ્ટ્રેટર, સ્ટાફ નર્સ, વકિલ, ખેડુત સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 18, ગાંધીનગર તાલુકામાંથી 7, કલોલમાંથી 5 જ્યારે માણસા અને દહેગામમાંથી 2-2 કેસ નોંધવામાં આવ્યા છે. આ સાથે જ મનપા વિસ્તારમાં કુલ પોઝિટિવ આંક 1277, ગાંધીનગર તાલુકામાં 1188, કલોલ તાલુકામાં 699, માણસામાં 308 અને દહેગામ તાલુકામાં 192 થયો છે.

અન્ય સમાચારો પણ છે...