તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ફરી 3 IASની બદલીના ફેરહુકમ, સરકારે ચાર અધિકારીને બદલ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડી.કે.પારેખ, વિશાલ ગુપ્તા અને પ્રશસ્તિ પરીકની ફરીથી બદલી કરાઈ

ગુજરાત સરકારે અગાઉ કરેલાં બદલીના હુકમમાં ત્રીજી વખત ફેરબદલી કરી છે. શનિવારે સરકારે 3 આઇએએસની ફેરબદલી કરવાનો હુકમ કર્યો હતો. 19 જૂને સરકારે કરેલી બદલીઓમાં ડી કે પારેખ, વિશાલ ગુપ્તા અને પ્રશસ્તિ પરીકની બદલી કરી હતી. ડી.કે.પારેખને વડોદરામાં મ્યુનિ. કમિશ્નર તરીકે જ્યારે પ્રશસ્તિ પરીકને ગાંધીનગરમાં મ્યુનિ. કમિશ્નરતરીકે મુક્યાં હતાં, તેને બદલે હવે તેમની આંતરિક બદલી કરી દેવામાં આવી છે. જ્યારે વિશાલ ગુપ્તાને અધિક વિકાસ કમિશ્નર બનાવાયા હતા તેમને અધિક ગ્રામ વિકાસ કમિશ્નર બનાવાયા છે. સંદીપ કુમારને કુટીર અને ગ્રામોદ્યોગ સચિવમાંથી બદલીને વિકાસ કમિશ્નર બનાવાયા છે. આ અગાઉ સરકારે હર્ષદ પટેલને શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તરીકે મુક્યા હતા પરંતુ તેમને ત્યાંથી ખસેડીને જીએસઆરટીસીના એમડી તરીકે બદલી નખાયા હતા જ્યારે કચ્છ કલેક્ટર ડી કે પ્રવીણાને બદલીને પંચમહાલ મુકાયાં હતાં પણ દસ દિવસમાં ફરી તેમને કચ્છમાં પરત લાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...