અંબાલાલ પટેલની આગાહી:ઉત્તરાયણ પછી ફરીથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળશે, હવામાનમાં પલ્ટો આવતા કેટલાક સ્થળોએ માવઠાની શક્યતા

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
અંબાલાલ પટેલ - Divya Bhaskar
અંબાલાલ પટેલ

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા બે દિવસથી રાજ્યના તાપમાનમાં વધારો થતા લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી છે. જો કે ઉત્તરાયણ પછી ફરીથી વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. તેમજ 14 જાન્યુઆરી પછી હવામાનમાં પલટો આવતાં રાજયના કેટલાક સ્થળોએ માવઠું થવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના કારણે રાજયમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જો કે રાજયના તાપમાનમાં બે દિવસથી વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળી છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ વાતાવરણમાં કોઈ ખાસ ફેરફાર નહી થાય. આગામી 5 દિવસ તાપમાનમાં એક-બે ડિગ્રીની વધઘટ રહેશે. જો કે, પાંચ દિવસ બાદ ફરી કડકડતી ઠંડી પડે તેવી શક્યતા છે.

ત્યારે ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, પશ્ચિમી વિક્ષોપના કારણે ધીમે-ધીમે ઠંડીમાં રાહત મળશે. જો કે ઉત્તરાયણના દિવસે ઠંડા પવન ફૂંકાશે. ઉત્તરાયણ બાદ ફરીથી વાતાવરણમાં ઠંડક જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડીની અસર જોવા મળશે. જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છના ભાગોમાં ઠંડીનું મોજુ આવશે.

વધુમાં તેમણે કહ્યું છે કે, જાન્યુઆરી મહિનામાં રાજ્યમાં માવઠું પણ પડી શકે છે. જો માવઠું પડશે તો ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે, શરૂઆતમાં વાદળ-વાયુ વાતાવરણ જોવા મળી શકે છે. જો માવઠું પડે તો ખેતરમાં ઉભા પાકને નુકસાન થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વાદળછાયુ રહે. દેશના કેટલાક ભાગોમાં જાન્યુઆરી તા.12 સુધીમાં ઠંડીમાં ઘટાડો થવાની સંભાવનાઓ પણ રહે. ઠંડીમાં વધઘટ રહેવાની સંભાવનાઓ પણ રહે.

તા. 12જાન્યુઆરી આસપાસ હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતાઓ રહે. તા. 14જાન્યુઆરી આસપાસ હવામાનમાં પલટો આવતા ઠંડો પવન ફૂંકાય, ઠંડી વધે. અને જાન્યુઆરી તા.16 થી 21માં હવામાનમાં પલટો આવતા ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે. રાજ્યના કોઈ કોઈ ભાગોમાં કમોસમી વરસાદની પણ સંભાવના રહી શકે. 22. 23, 24 જાન્યુઆરીમાં પણ હવામાનમાં પલટો આવી શકે. વાદળ-વાયુ, ઠંડીનો ચમકારો રહે. જાન્યુઆરી તા.23 થી 27માં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાની શક્યતાઓ રહે. આગામી તા. 12 જાન્યુઆરી સુધી ઠંડીમાં ઘટાડો થશે અને ત્યાર બાદ તા. 16થી 21 જાન્યુઆરી સુધી રાજ્યના હવામાનમાં પલટો આવતા કેટલાક સ્થળોએ માવઠું વરસવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.

અન્ય સમાચારો પણ છે...