તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારા વરસાદની રાહ:ગાંધીનગરમાં અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટા વરસ્યા, નગરજનોને ગરમીમાં થોડી રાહત મળી

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંકડ પ્રસરી

ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસ ના અસહ્ય ઉકળાટ પછી સમી સાંજે ગાજ વીજ સાથે વરસાદી ઝાપટા પડ્યા પછી નગરજનોને ગરમીથી થોડીક રાહત મળી હતી. ગાંધીનગર નાં ઘણા વિસ્તારોમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

છેલ્લા ઘણા દિવસોથી ગાંધીનગરમાં પ્રજાજનો ભારે ઉકળાટ ભર્યા માહોલનો સામનો કરી રહ્યા હતા. આજે સમી સાંજે આકાશમાં એકાએક વાદળો ઘેરાયાં હતા. ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાતો હોવાથી વાતાવરણ ધૂળિયું બની ગયું હતું. બાદમાં વીજળીના કડાકા સાથે ગાંધીનગરમાં છૂટો છવાયો વરસાદ ખાબકતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

લોક વાયકા મુજબ અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથ ની રથયાત્રા નગર ચર્યાએ નીકળે ત્યારે વરસાદ પડતો હોય છે પરંતુ ગઈકાલે પણ વરસાદનું આગમન ન થતાં નગરજનોમાં નિરાશા જોવા મળી હતી. જો કે ઘણા દિવસો પછી આજે સમી સાંજે વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. ગાંધીનગરમાં આકાશ કાળા દિબાંગ વાદળોથી ઘેરાઈ ગયા હતા અને વીજળીના કડાકા થવા લાગ્યા હતા.

અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા અનેક વાહન ચાલકો વરસાદમાં ભીંજાઈ ગયા હતા. ઘણાખરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે થોડીક વાર વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વિરામ લીધો હતો અને છૂટા છવાયા છાંટા પડવા લાગ્યા હતા. તેમજ આકાશમાં સતત વીજળીના ચમકારા સાથે કડાકા સતત ચાલુ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...