તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મજબૂરીનો ફાયદો:ગાંધીનગરમાં બે સગી બહેનોના લગ્ન થયા બાદ દલાલે પોત પ્રકાશતા સાસરિયાઓએ ત્યાગ કર્યો

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે લાખમાં મહારાષ્ટ્રની બે બહેનોનો સોદો થયો હતો
  • દલાલ સાથે પૈસાની માથાકૂટ થતા બંને બહેનોને શારીરિક માનસિક ત્રાસ આપી ત્યજી દીધી
  • સમયસૂચકતા દાખવી મહિલા હેલ્પલાઇનની ટીમે બંનેને નારી સંરક્ષણ ગૃહ મોકલી આપી

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બે ભાઇઓએ દલાલ મારફતે પરપ્રાંતની બે સગી બહેનો સાથે લગ્ન કર્યાના ટૂંકાગાળામાં જ દલાલે પૈસા બાબતે માથાકૂટ કરતા સાસરિયાઓએ બંને બહેનો સાથે મારઝૂડ કરી ત્યાગ કરી દેતા કોઈ અજુગતી ઘટના ઘટે તે પહેલા જ ગાંધીનગરની મહિલા હેલ્પલાઇનની ટીમે સમયસૂચકતા દાખવીને બંને બહેનોનું કાઉન્સિલિંગ કરી તેમને સુરક્ષિત રીતે નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય અપાવી રાહતનો દમ લીધો હતો.

લગ્નવાંછુક વાંઢાઓ કોઈ કારણોસર લગ્ન થઈ ન શકતા હોવાથી દલાલો મારફતે પરપ્રાંતની ગરીબ પરિવારની દીકરીઓ સાથે લગ્ન કરી લેવામાં આવતા હોય છે ,પરંતુ લગ્નના થોડા સમય પછી કોઈને કોઈ કારણોસર તેમને શારીરિક માનસિક ત્રાસ આપીને ત્યજી દેવાની ઘટનાઓ છાશવારે પ્રકાશમાં આવતી હોય છે. આવી જ એક ઘટના ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં બનવા પામી છે. ત્યારે ગાંધીનગરની મહિલા હેલ્પલાઇનની ટીમે સમય સૂચકતા વાપરીને બંને બહેનો કોઈ અજુગતું પગલું ભરે તે પહેલા જ તેમને સુરક્ષિત રીતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારના બે ભાઈઓના લગ્ન થતા ન હતા ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જય અને વિજય (નામ બદલેલ છે) ના છેલ્લા ઘણા સમયથી લગ્ન થઈ શકતા ન હતા પરિવારજનોએ પોતાની જ્ઞાતિ સહિત અન્ય જ્ઞાતિમાં પણ તપાસ કરવા છતાં બંને પુત્રોને તેમની દીકરી આપવા માટે તૈયાર થતું ન હતું. જેના કારણે વાંઢા એવા જય અને વિજય ને લગ્નના તાંતણે બાંધવા માટે એક દલાલે તૈયારી દર્શાવી હતી. દલાલે પરપ્રાંતની ગરીબ વર્ગની બે બહેનો રીટા અને મીના (બન્નેના નામ કાલ્પનિક છે)સાથે લગ્ન કરાવી આપવાની બાહેધરી આપી તેના બદલામાં રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. એક તરફ જય અને વિજય લગ્નની અદમ્ય ઇચ્છા ધરાવતા હોવાથી તેઓએ દલાલ સાથે રીટા અને મીના નો આર્થિક સોદો કરી લગ્ન કર્યા હતા.

બે લાખમાં મહારાષ્ટ્રની બહેનોનો સોદો થયો હતો
લગ્નવાંછુક બંને ભાઈઓ સાથે અનેક ચર્ચાઓ કરીને મહારાષ્ટ્રની બંને બહેનો સાથે લગ્ન કરવા માટે ભાવતાલ કર્યા હતા. આખરે અને ચર્ચાઓ પછી દલાલ બે લાખ રૂપિયામાં બન્ને બહેનોનો સોદો કરીને તેમના લગ્ન ગાંધીનગરના સગા બે ભાઈઓ સાથે કરાવી આપ્યા હતા.

એક મહિના પહેલા જયના લગ્ન રીટા સાથે થયાં
ગાંધીનગરના જય નામના યુવકે દલાલે બતાવેલી રીટાને જોઈએ તુરંત જ લગ્નની હા પાડી દીધી હતી. બાદમાં દલાલને ટોકન રૂપે અમુક રૂપિયા ચૂકવી દીધા બાદ બંનેના ઘરમેળે લગ્ન થઈ ગયા હતા. પરપ્રાંતની રીટાના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમજ ખાવાના પણ ફાંફા હોવાથી તે પણ રાજ્યના પાટનગર ગાંધીનગરના યુવક સાથે લગ્ન થયા બાદ અનેક અરમાનો સાથે સાસરીમાં રહેવા લાગી હતી.

15 દિવસ પછી વિજયના લગ્ન નાની બહેન સાથે થયાં
પોતાના પરિવારને છોડીને આવેલી પરપ્રાંતની રીટાએ સાસરીમાં ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી હતી ત્યારે તેના દિયર વિજય ને પણ લગ્ન કરવા હોવાથી ફરી પાછો દલાલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી એક દલાલ દ્વારા રીટાની નાની બેન મીના સાથે વિજયના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. બન્ને સગી બહેનો પોતાની સાસરીમાં ખુશાલી થી લગ્નજીવનની શરૂઆત કરી રહી હતી એવામાં જ દલાલ પૈસા બાબતે જય અને વિજય ને ધાક-ધમકી આપી પોત પ્રકાશ્યું હતું.

દલાલ સાથે પૈસાની માથાકૂટ થતા બંને બહેનોને શારીરિક માનસિક ત્રાસ આપી ત્યજી દીધી
લગ્નજીવનના હકો ભોગવવાના ટૂંકા ગાળામાં જ દલાલે જય અને વિજય સાથે લગ્ન પેટ એક નક્કી કરેલા રૂપિયા બાબતે માથાકૂટ કરવાનું શરૂ કરી દીધું હતું. જેના કારણે બંને ભાઈઓએ રીટા અને મીના ને શારીરિક માનસિક ત્રાસ આપી ઘરમાં ગોંધી રાખી હતી. ત્યારે પરપ્રાંતની બંને બહેનો સોદાબાજીના લગ્નથી લાચાર બની ગઈ હતી અને મૂંગા મોઢે બન્ને ભાઈઓનો માર સહન કરતી રહેતી હતી.

સાસરિયાઓની નજર ચૂકવી બંને બહેનો સાસરીમાંથી નીકળી ગઈ
ગાંધીનગરના જય અને વિજયે દલાલ સાથે નક્કી થયેલા રૂપિયા આપવા ન પડે તે માટે રીટા અને મીના ને શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં કોઈ કસર બાકી રાખવામાં આવી ન હતી બીજી તરફ પરપ્રાંતની બંને બહેનો ગાંધીનગરના અટપટા રસ્તાઓથી અજાણ હતી. તેમ છતાં ગઈકાલે સવારે સાસરિયાઓની નજર ચૂકવી હિંમત કરીને સાસરીમાંથી નીકળી ગઈ હતી.

બંને બહેનો કોઈ અજુગતું પગલું ભરે તે પહેલા જ ગાંધીનગરની મહિલા હેલ્પલાઇનની ટીમ પહોંચી ગઈ પોતાના પતિ ઓથી હારી કંટાળીને ગાંધીનગરના માર્ગો પર દિશાવિહીન સ્થિતિમાં ફરી રહેલી બંને બહેનો અંગે ગાંધીનગરની મહિલા હેલ્પલાઇન(181)ની ટીમ ને જાણ થઈ હતી.જેના પગલે પરિસ્થિતિ પારખી ગયેલી હેલ્પ લાઈનની ટીમ તાબડતોડ બંને બહેનો પાસે પહોંચી ગઈ હતી અને કોઈ અજુગતી ઘટના ઘટે તે પહેલા જ બન્નેનું કાઉન્સેલિંગ શરૂ કરી દીધું હતું. જે દરમિયાન બંને બહેનોએ પોતાના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે દલાલ મારફતે ગાંધીનગરના યુવાનો સાથે લગ્ન કરીને પસ્તાયા હોવાની અશ્રુભીની આંખે વાત કરી હતી. આ સાંભળીને મહિલા હેલ્પલાઇનની ટીમનું પણ કાળજું કંપી ગયું હતું.

નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી રાહતનો દમ લીધો
​​​​​​​
બાદમાં રીટા અને મીનાને સાંત્વના આપીને તેમના પરિવારજનો સાથે મોકલી આપવાની પણ તૈયારી મહિલા હેલ્પ લાઇનની ટીમે તૈયારી દર્શાવી હતી. જોકે, પરિવારની સ્થિતિ અત્યંત દયનિય હોવાના લીધે બંને બહેનોએ ત્યાં જવાની પણ ના પાડી દીધી હતી બાદમાં મહિલા હેલ્પ લાઇનની ટીમે રીટા અને મીનાને સુરક્ષિત રીતે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપી રાહતનો દમ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો