કોરોના સંક્ર્મણ:છેલ્લા 5 દિવસ બાદ મનપા વિસ્તારના 2ને કોરોના

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શનિવારે જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ કોરોનાનો નવો કેસ નોંધાયો નથી

જિલ્લામાંથી કોરોનાની વસમી વિદાય ચાલી રહી હોય તેમ ચાલુ માસમાં માત્ર પાંચ કેસ નોંધાયા છે. તેમાં શનિવારે મનપા વિસ્તારમાંથી નોંધાયેલા નવા બે કેસ ઉમેરાતા કુલ કેસનો આંકડો સાતે પહોંચ્યો છે. જોકે શનિવારે જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.

કોરોનાની ત્રણ લહેરોમાં જ તેનો વિદાય સમારોહ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને મહાત આપવામાં રસીકરણની સાથે સાથે લોકોમાં આવેલી જાગૃત્તિના કારણે ફેલાતા સંક્રમણ ઉપર નિયંત્રણ આવ્યું છે. ઉપરાંત હર્ડ હ્યુમિનીટીના કારણે કોરોનાનું સંક્રમણ ઉપર નિયંત્રણ આવી ગયું છે. જોકે કેન્દ્ર સરકારે મફત રસીકરણના બે ડોઝ બાત પ્રિકોશન ડોઝ પણ મફત આપવામાં આવી રહ્યો હતો.

જેને પરિણામે લોકો દ્વારા રસીના બે ડોઝ અને પ્રિકોશન ડોઝ પણ લઇ લેતા હર્ડ હ્યુમિનીટીના કારણે હાલમાં કોરોનાની વિદાયની સ્થિતિ આવી ગઇ છે. છેલ્લા પાંચ દિવસ સુધી જિલ્લાના મનપા વિસ્તારમાંથી એકપણ કોરોનાનો કેસ નહીં નોંધાતા મનપાનના આરોગ્ય તંત્રને રાહતનો દમ લીધો હતો. જ્યારે આવી સ્થિતિ જિલ્લાના ચાર તાલુકાની બની રહેતા જિલ્લાનું આરોગ્ય તંત્ર નિરાંત અનુભવી રહ્યું છે.

ત્યારે મનપા વિસ્તારના સેક્ટર-8ની 60 વર્ષીય મહિલા અને સેક્ટર-13ની 35 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જોકે બન્ને દર્દીઓને હોમ આઇસોલેશન સારવાર આપવામાં આવી રહી છે. જોકે કોરોનાની મંદ પડેલી ગતિને પગલે ચુંટણી બાદ થોડીક ગતિ આવે તેવી ચિંતા રાજ્યના આરોગ્ય વિભાગે વ્યક્ત કરી છે. ચુંટણીમાં સભા, મેળાવડા, લોકસંપર્ક, રેલીઓ સહિતના કારણે લોકોની ભીડ એકત્રિત થવાથી કોરોનાના કેસમાં આંશિક વધારો થવાની શક્યતા રહેલી હોવાની ચર્ચા આરોગ્ય કર્મચારીઓમાં જોવા મળતી હતી.

અન્ય સમાચારો પણ છે...