વિવાદ:ભૂંડી હાર બાદ કૉંગ્રેસના ઉમેદવારો ધારાસભ્યના ક્વાર્ટર્સ પર ઊમટ્યા

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • EVMમા ચેડાંનો આક્ષેપ : વોર્ડ 1,4, 11ના ઉમેદવારો કાર્યકરો ઉમટી પડ્યા

ગાંધીનગર મહાપાલિકાની પહેલી બે ટર્મમા જનાદેશ મેળવીને સત્તા આવ્યા બાદ ગુમાવી દેનારી કોંગ્રેસને ત્રીજી ટર્મમા ભૂંડી હારનો સામનો કરવો પડ્યો છે. માત્ર બે સીટ મેળવી છે, તેવા સમયે પરિણામ આવ્યા બાદ કોંગ્રેસના ઉમેદવારો કોંગી ધારાસભ્યના એઅમએલએ ક્વોટર્સમાં ઉમટી પડ્યા હતા. જેમા વોર્ડ 4ના ઉમેદવારે આક્ષેપ કર્યો હતો કે, પરિણામની પૂર્વ રાત્રિએ ઇવીએમમા ગોટાળા કરવા ઇન્ટરનેટમાં ડખા ઉભા કરાયા હતા. ગાંધીનગરની જનતાએ પહેલી બે ટર્મમા કોંગ્રેસને ખોબલે ખોબલે મત આપ્યા હતા.

પરંતુ તેમના નેતાઓ જીત પછી ભાજપના ખોળામા બેસી જતા હતા. પરિણામે જનતાના જનાદેશનુ અપમાન કરતા હતા. બે ટર્મમા જીતનો સ્વાદ ચાખનાર કોંગી નેતાઓને હાર પચતી નથી. સમગ્ર દેશમા કોંગ્રેસનુ નિકંદન થઇ રહ્યુ છે, છતા હજુ પણ અંદરો અંદર ઝગડા કરવામા જ કોંગ્રેસ જોવા મળી રહી છે. કોંગ્રેસમાં રહીને પણ તેમના નેતાઓ ભાજપને ફાયદો કરાવી રહ્યા છે. હાર પછી કોંગ્રેસના મોટાભાગના નેતાઓ ઉત્તરના કોંગી ધારાસભ્ય ડૉ.સી.જે.ચાવડાના એમએલએ ક્વોટર્સમા પહોંચ્યા હતા.

આ ઉપરાંત તેમણે ઇવીએમ ઉપર દોષનો ટોપલો નાખ્યો હતો. આક્ષેપ સાથે કહ્યુ હતુ કે, ઇવીએમના કારણે જ અમારી હાર થઇ છે. વોર્ડ નંબર 4ના કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલિતાબેન ઠાકોરે કહ્યુ હતુ કે, અમે પહેલાથી જ જીતતા આવ્યા છીએ, અને આ વખતે પણ અમારી જીત પાક્કી હતી. ભાજપનો એક ઉમેદવાર પહેલેથી જ હાર જોઇ જતા એક કીટલી ઉપર બેઠો હતો.

જીત બાદ તે ઉમેદવાર હાજર થયો હતો. તેવા સમયે અમારી હાર ઇવીએમને આભારી છે. ભાટના કોંગી ઉમેદવાર સંજય ભરવાડે કહ્યુ હતુ કે, મારી જીત નક્કી હતી. મને વિજેતા ઉમેદવાર જાહેર કરી દેવાયો હતો. પરંતુ બાદમા મને હારેલો ઉમેદવાર જાહેર કર્યો હતો. જેને લઇને મેં રીકાઉન્ટીંગ માગ્યુ હતુ. પરંતુ તેમણે મારી અરજી નામંજૂર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...