લાશ મળતાં આક્રંદ:સુઘડની કેનાલમાંથી પિતા બાદ પુત્રનો મૃતદેહ મળ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકે પિતાની, બીજા 24 કલાકે પુત્રની લાશ મળતાં આક્રંદ

સુઘડ પાસેથી પસારથતી નર્મદા કેનાલમા ગુરૂવારે પુત્રએ કેનાલમા મોતની છલાંગ લગાવી હતી. જેમા પુત્રને બચાવવા જતા પિતાએ પણ કેનાલમા કુદકો માર્યો હતો. પરંતુ બંનેમાંથી કોઇ બચી શક્યા ન હતા. પુત્રએ કયા કારણથી આ પગલુ ભર્યુ હતુ, તે સામે હજુ સુધી આવી શક્યુ નથી. ત્યારે શુક્રવારે 24 કલાક બાદ પિતાનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેના બીજા 24 કલાક બાદ આજે શનિવારે પુત્રનો મૃતદેહ કેનાલમા તરતો જોવા મળતા બહાર કઢાયો હતો. સુઘડ ગામમા રહેતા આશરે સૌરભસિંહ પ્રદિપસિંહ ડાભીએ ગુરૂવારે અગમ્ય કારણોસર નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.

જેને લઇને પાછળ પ્રદિપસિંહે પણ કુદકો માર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થયો હતો. અથાગ શોધખોળ બાદ 24 કલાકે પિતા પ્રદિપસિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.જ્યારે શનિવારે 20 વર્ષિય પુત્ર સૌરભસિંહનો મૃતદેહ પાણીમા તરતો જોવા મળ્યો હતો. જેને લઇને સૌરભસિંહના મૃતદેહને બહાર કાઢી અંતિમક્રિયાની વિધિ થઈ હતી.

પરંતુ કેનાલના પાણીના ભારે પ્રવાહમા મૃતદેહ ડુબી ગયા બાદ 48 કલાકે હાથ લાગ્યો હતો. એક પખવાડિયામાં સુઘડ ગામમા બે પિતા પુત્રના એક સરખી રીતે મોત થયા છે. જોકે, આ બાબતે હજુ સુધી પોલીસ ચોપડે કોઇ નોંધ પડી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એક પખવાડિયા પહેલાં પણ આવીજ ઘટનામાં પિતા અને પુત્રના મોત થયા હતા ત્યાંજ ફરીવાર પણ આવી ઘટના બનતા હાલમાં ગામ તેમજ આસપાસના ગામમાં ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...