ખાતમુહૂર્ત:બોર મુદ્દે બબાલ બાદ વોર્ડ-9ના ભાજપના કોર્પોરેટર અને નેતાઓ સાથે જોવા મળ્યા

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુડાસણમાં નવા બોરની કામગીરીનું મેયરના હસ્તે ખાતમુહૂર્ત
  • ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિઓ વચ્ચે વિવાદ થયો હતો

કોર્પોરેશનના વોર્ડ નંબર-9માં કુડાસણ ગામે પાણીનો નવો બોર બનાવવાના કામનું ખાત મૂહૂર્ત કરાયું હતું. મેયર હિતેશ મકવાણાના હસ્તે ગામના અગ્રણીઓ તથા સ્થાનિક કોર્પોરેટર્સની હાજરીમાં ખાત મૂહૂર્ત કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે કુડાસણમાં બોર બનાવવા મુદ્દે કોર્પોરેશન વોર્ડ નં-9ના ભાજપના બે મહિલા કોર્પોરેટરના પતિઓ જસ ખાટવા મુદ્દે આમને-સામને આવી ગયા હતા. બંને મહિલા કોર્પોરેટર્સના પતિ પક્ષના ગ્રૂપમાં સામ-સામે આવી ગયા હતા.

એક તરફ કોર્પોરેટર અલ્પાબેનના પતિ કૌશિકભાાઈ પટેલ, કોર્પોરેટર રાજુભાઈ પટેલ અને સંકેત પંચાસરાએ સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન જશવંત પટેલને મળીને બોર મુદ્દે રજૂઆત કરી હોવાના દાવા થયા હતા. જ્યારે બીજી તરફ કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી. ત્યારે પહેલાંથી જ આમને-સામને રહેલાં બંને જૂથ વચ્ચે પક્ષના ગ્રૂપમાં જ આક્ષેપબાજી શરૂ થઈ ગઈ હતી. ત્યારે રવિવારે બોરની કામગીરીના ખાતમૂહૂર્તમાં બધા એક સાથે દેખાયા હતા. જેને પગલે કહેવાય છે કે વોર્ડ ન-9ના કોર્પોરેટર્સ-નેતાઓને સંગઠનમાંથી ઠપકો મળ્યો હતો. જેને પગલે ખાતમૂહૂર્તમાં બધા સાથે દેખાયા હતા, જોકે ખરેખર તેઓ વચ્ચે બધુ સરખું થયું છે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...