તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ગાંધીનગરમાં અકસ્માત કર્યા પછી કારનો ડ્રાઈવર મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ફરાર, સારવાર દરમિયાન મહિલાનું મોત

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટર-6 વિસ્તારના અપના બજાર રોડ પર થયો હતો અકસ્માત
  • ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ટ્રાન્સફર કરવાની તૈયારી જોઇ કારનો ચાલક ભાગી ગયો

ગાંધીનગરનાં સેકટર-6 અપના બજાર રોડ પર રાહદારી મહિલાને ટક્કર માર્યા બાદ ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા પછી કારનો ચાલક નાસી ગયો હતો. ત્યારે ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હોવાથી સેકટર-7 પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર-7માં ટાઈપ મકાન નંબર 187/9માં રહેતો મુકેશ રામાભાઇ સેનમા લેકાવાડા એરપોર્ટ પેન્ટિંગમાં સેલ્સમેન તરીકે નોકરી કરી રહ્યો છે. જેનો મોટો ભાઈ ભીખો દિવ્યાંગ હોવાથી તેની માતા લક્ષ્મીબેન જીઈબી ચરેડી છાપરા રહે છે. ગઈકાલે લક્ષ્મીબેન કોઈ કામ અર્થે સેક્ટર-6 વિસ્તારમાં આવ્યા હતા. તે દરમિયાન અપના બજાર રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લક્ષ્મી બેનને અડફેટે લીધા હતા જેના કારણે લક્ષ્મીબેન રોડ ઉપર પટકાયા હતા.

અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેનાં કારણે કારનો ચાલક તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ ગયો હતો. બાદમાં દિવ્યાંગ ભીખાએ મુકેશને ફોન કરીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જવા કહ્યું હતું. જેથી મુકેશ તુરંત સિવિલ પહોંચી ગયો હતો. જ્યાં તેની માતાની પ્રાથમીક સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન મુકેશે કારનાં ચાલકને કારનો નંબર પૂછ્યો પૂછતાં ચાલકે કારનો નંબર (GJ-18-BN-1642) હોવાનું જણાવ્યું હતું.

સિવિલમાં સારવાર દરમિયાન લક્ષ્મીબેનની તબિયત લછડી રહી હોવાથી તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન કારનો ચાલક ગભરાઈ જતા ત્યાંથી ચૂપચાપ નીકળી ગયો. બીજી તરફ અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન લક્ષ્મીબેનનું ગંભીર ઈજાઓનાં કારણે મોત નીપજ્યું હતું. આ અંગે મુકેશની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...