તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • After Stripping The Young Man Naked In A Facebook Chat, The Young Woman Downloaded The Video And Asked For Money, Asking For Help From A Police Friend Asking For More Money.

હનીટ્રેપનો ભોગ:ફેસબુક ચેટમાં યુવકને નગ્ન કરી યુવતીએ વિડીયો ઉતારી રૂપિયા માગ્યા, વધુ રકમ માગતાં પોલીસ મિત્રની મદદ લીધી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાટનગરમાં હનીટ્રેપ ગોઠવી વેપારીઓને બાટલીમાં ઉતારતી ગેંગ સક્રિય
  • ન્યુ ગાંધીનગર વિસ્તારના 2 સંતાનોના પિતાએ ડરના માર્યા 5 હજાર આપ્યા બાદમાં વધુ 15 હજાર માંગ્યા હતા

ન્યુ ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક યુવક સાથે યુવતીએ ફેસબુકમાં મિત્રતા કેળવી ચેટીંગ કરતા નગ્ન કરી તેનો વીડીયો ઉતારી રૂપિયા માગવાનો બનાવ સામે આવ્યો છે. પહેલા થોડા નાણા આપ્યા બાદ વધુ નાણા માગતા યુવકે પોતાના પોલીસ મિત્રોની મદદ માગતા બચી ગયો હતો. જ્યારે પોલીસે ફેસબુક એકાઉન્ટના આધારે છુપી રીતે તપાસ હાથ ધરી છે. શહેરમા શોટકટમા રૂપિયા કમાવવા હનીટ્રેપ કરતી ગેંગ સક્રિય બની છે.

તાજેતરમાં એક શહેરના એક વેપારીને બાટલીમાં ઉતારી રૂપિયા 15 લાખ માગવાનો બનાવ સામે આવ્યો છે. જેમા આરોપીઓને પોલીસે જેલ હવાલે કરી દીધા છે. ત્યારે તેના થોડા જ દિવસમાં વધુ એક બનાવ બનવા પામ્યો છે. સોશિયલ મીડીયા ઉપર ખોટા એકાઉન્ટ બનાવી અર્ધનગ્ન ફોટા મુકીને યુવકોને પાણી પાણી કરી નાખતા ફોટા મુકવામા આવે છે. ત્યારબાદ તે એકાઉન્ટમાંથી યુવકોને ફેન્ડ રીક્વેસ્ટ મોકલીને બાટલીમાં ઉતારવાનો ખેલ શરૂ થાય છે.

ત્યારે ન્યુ ગાંધીનગર વિસ્તારમાં રહેતા 2 સંતાનના પિતાને હનીટ્રેપ કરી ફસાવતી ગેંગનો અનુભવ થયો છે. એક યુવતીએ આ યુવકને ફેસબુકમાં ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી, બાદમાં મેસેન્જર દ્વારા મેસેજ કરીને વાતચીત શરૂ કરી હતી. યુવક ફસાઈ ગયાનો અહેસાસ યુવતીને થતા વીડીયો કોલ કર્યો હતો.જેમાં યુવતિ વીડીયો કોલમાં જ નગ્ન થઇ હતી અને યુવકને પણ નગ્ન જઇ જવા કહ્યા બાદ તેને પણ કપડા ઉતારી દીધા હતા. લાંબી વાતો કરતા કરતા યુવતીએ વીડીયો કોલનો જ વીડીયો બનાવી લીધો હતો.

ત્યારબાદ યુવક પાસે રૂપિયાની માગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો નગ્ન વીડીયો ફેસબુક ઉપર ચડાવી દેવાની ધમકી આપી હતી. યુવકે ડરના માર્યા 5 હજાર રૂપિયા આપ્યા હતા, ત્યારબાદ વધુ 15 હજાર રૂપિયા માગતાપોલીસ મિત્રોની મદદ લીધી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની હનીટ્રેપનો ભોગ બનતા યુવકો બદનામીના ડરથી ફરિયાદ કરતા નથી, પોલીસ અપીલ કરી રહી છે કે, જે લોકો ભોગ બને છે તે ફરિયાદ કરવા સામે આવે, તેમનું નામ જાહેર કરવામાં નહીં આવે. પરંતુ જો તે લોકો બહાર નહીં આવે તો આવી ગેંગ વધુ લોકોને શિકાર બનાવશે.

સોશિયલ મીડીયામા અપરીચિત વ્યક્તિઓથી દુર રહેવંુ : જે.જી.વાઘેલા. પીઆઇ, ક્રાઇમ બ્રાન્ચ
યુવક યુવતીઓ મોટા ભાગે સોશિયલ મીડીયાનો ઉપયોગ કરે છે. પરિણામે ક્યાંક છેતરાઇ જાય છે, ત્યારે સોશિયલ મીડીયામાં અપરીચિત વ્યક્તિઓથી દુર રહેવુ જોઇએ. તેની સાથે જે વ્યક્તિ કે વ્યવસાય સાથે સબંધ નથી તેવા લોકોના ફોન પર વાત કરવાનું ટાળવુ જોઇએ.

અન્ય સમાચારો પણ છે...