છેતરપિંડી:રાંધેજામાં 15.47 લાખમાં ફ્લેટ વેચ્યા પછી દંપતીએ મકાન પચાવી પાડ્યું

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મકાનનો દસ્તાવેજ કરી આપ્યા બાદ પણ ખાલી ન કરી રેલવેના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ પત્ની સાથે છેતરપિંડી કરતાં લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ફરિયાદ

રાંધેજામા આવેલી મારૂતિનંદન એવન્યુ સ્કીમમાં કલોલમાં રહેતી અને રેલવેના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટની પત્નીએ મકાન માલિક પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. મકાન માલિક પતિ પત્નીએ નક્કી કરેલી કિંમત ચૂકવી આપી હતી. જેમા વધારે રકમ માગવામાં આવતા તે પણ આપી હતી અને દસ્તાવેજ કરી આપ્યો હતો. પરંતુ મકાન માલિક દ્વારા મકાનની કિંમત લીધા અને દસ્તાવેજ કરી આપ્યા પછી પણ મકાન ખાલી કરવામાં આવતુ ન હતુ. જેને લઇને મહિલાએ બંટી બબલી સામે પેથાપુર પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

મળતી માહિતી મુજબ સોનીયાબેન ગુલશન પાટીલ (હાલ રહે, કલોલ, મૂળ નાગપુર રેલવે ક્વોટર્સ) મહિલાના પતિ રેલવેમાં ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેનુ પિયર કલોલમાં થાય છે. ત્યારે મહિલાને નવુ મકાન ખરીદવાનુ હોવાથી આસપાસની સ્કીમ જોવા માટે જતા આવતા હતા. તેવા સમયે રાંધેજામાં આવેલી મારુતિનંદન એવન્યુમાં વન બીએચકે ફ્લેટ પસંદ આવ્યો હતો.

જેના માલિક પુષ્પાબેન નરેશભાઇ શાહ અને નરેશભાઇ દુધાભાઇ શાહ (બંને રહે, એ, 203, મારૂતિનંદન એવન્યુ, રાંધેજા. મૂળ રહે, જ્યોતિપાર્ક ઉદ્યોગિક વસાહત પાછળ, કલોલ) પાસેથી વેચાણ લેવાનુ નક્કી કર્યુ હતુ.જેની કિંમત 13.50 લાખ નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 2020માં 21 હજાર રૂપિયા મકાન ખરીદવા ટોકન આપ્યુ હતુ.

જ્યારે ડીસેમ્બર મહિનામાં નોટરી સામે બાનાખત કરાયો હતો. મકાન માટે કલોલની બેંકમાંથી રૂપિયા 10 લાખની લોન લીધી હતી, જેને મકાન માલિકના ખાતામાં ટ્રાન્સફર કરાવી હતી. નાણા આપ્યા પછી વેચાણ દસ્તાવેજ કરાવ્યા પછી મકાનના માલિક બન્યા હતા. પરંતુ મકાન ખરીદનારને ખબર ન હતી કે હજુ મકાન ક્યારે હાથમા આવશે.

જ્યારે છેલ્લે એક લાખ રૂપિયાના બે ભાગ પાડી ચેક આપ્યા હતા. પરંતુ દંપતીને વધારે રકમ લેવાની જમા કરાવવાની જગ્યાએ વધુ રકમ માગી હતી. ત્યારે મહિલાએ એક લાખના 1.97 લાખ આપ્યા હતા.જ્યારે તમામ રુપિયા ચૂકવી દીધા પછી મકાનની ચાવી માગતા આજકાલ આજકાલ કરાતી હતી.

રોજ રોજ બહાના બતાવાતા હતા. પરંતુ મકાન ખાલી કરવામાં આવતુ ન હતુ. જેને લઇને મહિલાએ બંને પતિ પત્ની સામે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવા ક્લેક્ટર કચેરીમાં અરજી કર્યા પછી પેથાપુર પોલીસ મથકમા ગુનો નોંધાયો હતો. જેને લઇને પીએસઆઇ એમ.એસ.રાણાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...