તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાતનો પ્રયાસ:કારની કિંમત ચૂકવી દીધા પછી પઠાણી ઉઘરાણી કરતાં મહિલાએ ફિનાઇલ પીધું

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉઘરાણી માટે વારંવાર ફોન પર જાતિ વિષયક શબ્દ બોલતાં ગુનો નોંધાવ્યો
  • એક ભાગીદારની કારને બીજા ભાગીદારે ખરીદી હતી, જેની સામે કિંમત ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરી હતી અને મહિલાને પરેશાન કરાતી હતી

જમીન દલાલીની કામગીરી કરતા બે ભાગીદાર મિત્રની જગ્યાએ હવે દુશ્મન બન્યા છે. એક ભાગીદારની કારને બીજા ભાગીદારે ખરીદી હતી. જેની સામે કિંમત ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરવામા આવતી હતી. ફોન ઉપર ગાળો બોલવામા આવતી હતી, જેને લઇને કાર ખરીદનાર ભાગીદારની પત્નિએ કંટાળી ફિનાઇલ પી લીધુ હતુ જેને લઇને પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ પેથાપુરમા રહેતી એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, બે વર્ષ પહેલા કલોલના હેપ્પી હોમ ખાતે રહેતા હતા, જ્યાં તેમના પતિ નરેશભાઇ અને બાબરભાઇ ગાંડાભાઇ રબારી (રહે, ઉટવા ગામ, કડી, મહેસાણા) જોડે જમીન દલાલીનુ કામ કરતા હતા. તે સમયે બાબર પાસે રહેલી વર્ના કાર 1.50 લાખમા વેચવાની હતી, જેને લઇને નરેશભાઇએ જ વર્ના કારને ખરીદી હતી. સામે પોતાની અલ્ટો કાર અને એક બાઇક બાબરભાઇને વેચ્યા હતા, સાથે જ 20 હજાર રોકડા આપતા કુલ 90 હજાર રૂપિયા આપ્યા હતા. જ્યારે બાકીના 60 હજાર બાદમાં ચૂકવી દીધા હતા.

તેમ છતા છેલ્લા એક મહિનાથી બાબરભાઇ અને મેહુલ ઉર્ફે ચક્કી હિતેન્દ્રભાઇ જોશી વારંવાર નરેશભાઇને ફોન કરીને બાકીના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા હતા.

ફોન ઉપર મનફાવે તેમ જાતિ વિષયક ગાળો બોલવા લાગ્યો હતો અને કહ્યુ હતુ કે, મારી ગાડીના રૂપિયા નહિ આપે તો તને પેથાપુર ગામમા આવીને જાનથી મારી નાખીશ. ધમકી સાંભળી નરેશભાઇના પત્નિએ સિવિલ હોસ્પિટલની જૂની કેન્ટીન પાસે ફિનાઇલ ગટગટાવી દીધુ હતુ.

અન્ય સમાચારો પણ છે...