ગાંધીનગર જિલ્લાની પાંચેય બેઠક પર ભાજપની જીત થઈ છે અને કોંગ્રેસનો સફાયો થયો છે. ભાજપની સક્રિયતા અને કોંગ્રેસની નિષ્ક્રિયતાને પગલે જિલ્લામાંથી ભાજપ ધીરેધીરે પોતાનો જનાધાર ગુમાવી રહી છે. બે વર્ષ પહેલાં ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જિલ્લા પંચાયતમાં ભાજપે મેદાન મારતાં કોંગ્રેસનાં સૂપડાં સાફ કરી નાખ્યાં હતા. કુલ 28 બેઠકમાંથી ભાજપને ફાળે 19 બેઠક, જ્યારે કોંગ્રેસ માત્ર એક જ આંકડામાં સમેટાઈ જતાં 6 બેઠક જ મળી હતી.
બીજી તરફ દહેગામ અને કલોલ નગરપાલિકામાં ભાજપે પોતાનો દબદબો મજબૂત કર્યો હતો. જેમાં દહેગામમાં 28માંથી 23 ભાજપને તો કલોલમાં 44માંથી 33 બેઠક પર કમળ ખીલ્યું હતું. માત્ર કલોલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત થઈ હતી. ઓક્ટોબર-2021માં ગાંધીનગરમાં કોર્પોરેશનના પરિણામમાં પણ કોંગ્રેસ માત્ર નામનું જ રહ્યું હતું. કોર્પોરેશનના 11 વોર્ડના 44માંથી 41 કોર્પોરેટર ભાજપના ચૂંટાયા હતા, માત્ર બે જ ઉમેદવાર કોંગ્રેસના હતા, તે પણ પોતાના દમ ઉપર જીત્યા હોવાની સ્થિતિ હતી.
ત્યારે હવે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. બે ટર્મથી જિલ્લાની પાંચમાંથી ત્રણ બેઠક પર કોંગ્રેસ હતું, જોકે હવે ત્રણેય બેઠક કોંગ્રેસે ગુમાવી છે. ગુરુવારના પરિણામને જોતા હવે આગામી સમયમાં આવનારી કોઇપણ ચૂંટણીમાં કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા નહીં રાખે તેવી ચર્ચા પણ ચાલી રહી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.