કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 179 ઉમેદવારો પૈકી 7 બેઠક તો એવી છે કે, જ્યાં કોંગ્રેસે જ ઉમેદવારો પસંદ કરવામાં કાચું કાપ્યું હોવાનું બહાર આવ્યું છે. કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રોના કહ્યા પ્રમાણે કોંગ્રેસે સાત ઉમેદવારોને નાછૂટકે પ્રદેશના કેટલાક નેતાઓની જીદને કારણે ટિકિટ આપવી પડી છે, પરિણામે આ બેઠક પર વિરોધાભાસ સર્જાતા હવે ડેમેજ કંટ્રોલ હાથ ધરવાની કવાયત કરાઇ રહી છે.
કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા પછી વિરોધનો સૂર પ્રદેશ કાર્યાલય સુધી પહોંચ્યો હતો કેટલીક બેઠકો પર સ્થાનિક નેતાઓ કપાયા પણ તેમણે વિરોધ વ્યકત કરવાને બદલે સંગઠન સમક્ષ નારાજગી વ્યકત કરી છે. કોંગ્રેસના ટોચના સૂત્રોના કહ્યા પ્રમાણે ધંધુકા,પેટલાદ,બેચરાજી સહિતની 7 બેઠકો એવી છે કે, જેમા ઉમેદવારો પસંદ કરવામાં કાચું કપાઇ ગયંુ છે. આ સાત બેઠકો પર જે દાવેદારોની ટિકિટ ક્પાઇ ગઇ છે તેમની નારાજગી દૂર કરવા માટે કોંગ્રેસે નેતાઓને દોડાવ્યા છે. કેટલાક નેતાઓ સાથે પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોર,પ્રભારી રઘુ શર્મા સહિતના સિનિયર નેતાઓ વાતચીત કરી રહ્યા છે. તેમને મનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.