તાપ અને ગરમીને કારણે બપોરના સમયે 1થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવા અમદાવાદમાં હાથ ધરાયેલી ટ્રાયલ બાદ સમગ્ર રાજ્યમાં આ પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે.
હાલ અમદાવાદ શહેરમાં વાહનચાલકોને ગરમીમાં સિગ્નલ પર ઊભું રહેવું ન પડે તે માટે 60 જેટલા ટ્રાફિક સિગ્નલ બપોરે 1થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાથી ટ્રાફિક નિયમનમાં કોઈ મુશ્કેલી કે અવરોધ આવે છે કે કેમ તેનો બે દિવસની ટ્રાયલ દરમિયાન અભ્યાસ કરવામાં આવશે અને જો આ વ્યવસ્થા સફળ જણાશે તો તેનો સમય લંબાવવામાં આવશે.
દરમિયાનમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં બે દિવસની ટ્રાયલના રિપોર્ટ બાદ તેના આધારે સમગ્ર રાજ્યમાં સિગ્નલ બંધ રાખવાના દિવસો લંબાવવાનો નિર્ણય કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.