પરીક્ષા:દોઢ વર્ષ બાદ વિદ્યાર્થીઓની શાળામાં ઓફલાઇન પરીક્ષા લેવાઈ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
દોઢ વર્ષ પછી શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા આપી. - Divya Bhaskar
દોઢ વર્ષ પછી શાળાઓમાં વિદ્યાર્થીઓએ ઓફલાઇન પરીક્ષા આપી.
  • પ્રથમ દિનેે 15 % છાત્રોમાં ગભરાટ દેખાયો

દોઢેક વર્ષથી શાળામાં પરીક્ષા આપવાથી અલિપ્ત રહેલા વિદ્યાર્થીઓએ સોમવારથી શાળાકક્ષાની પરીક્ષા ઓફલાઇન આપતા 15 ટકા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં જોવા મળતા શિક્ષકોએ આવા વિદ્યાર્થીઓને મોટીવેટ કરીને હિંમત આપી હોવાનું શાળાના આચાર્યોએ જણાવ્યું છે.

છેલ્લા 20 મહિના સુધી શાળાના માહોલથી અલિપ્ત રહેલા બાળકોએ પરીક્ષા આપવા માટે શાળામાં આવ્યા હતા. અમુક વિદ્યાર્થીઓની માનસિક મુંઝવણ ચહેરા ઉપર જોવા મળતી હતી. માનસિક મુંઝવણ પરીક્ષા ખંડમાં પરીક્ષા આપવા બેઠા ત્યારે તે બહાર આવતા અમુક વિદ્યાર્થીઓ સુનમુન બેઠા જ રહ્યા હતા. અમુક વિદ્યાર્થીઓ રડી પડ્યા પણ હતા. પ્રશ્નપત્રના જવાબ નહી લખતા ખંડ નિરીક્ષકે આવા વિદ્યાર્થીઓને મોટીવેશન કરીને આચાર્યને જાણ કરી હતી. જેને પરિણામે આચાર્યે આવા વિદ્યાર્થીઓને અલગ રૂમમાં લઇ જઇને માનસિક રીતે મોટીવેશન કરીને સ્વસ્થ કરીને પરીક્ષા આપવા તૈયાર કર્યા હતા.

પ્રશ્નપત્ર કાઢવાના નિયમમાં ફેરફાર
શિક્ષણ વિભાગે શાળાઓમાં પ્રથમ પ્રિલિમરી પરીક્ષાનો આદેશ કર્યો હતો. જોકે પહેલાં શિક્ષણ બોર્ડમાંથી પ્રશ્નપત્ર કાઢવાનું નક્કી કરાયું હતું. પરંતુ ત્યારબાદ તેમાં સુધારો કરીને શાળાકક્ષાએ પ્રશ્નપત્ર કાઢીને પરીક્ષા લેવાનો આદેશ કર્યો હોવાનું શાળાના આચાર્યોએ જણાવ્યું છે. શાળાકક્ષાની પ્રથમ પ્રિલિમરી પરીક્ષા લેવાનો આદેશ કર્યો હતો. પરંતુ વાલીની સમંતિ લેવી કે નહી તેનો ઉલ્લેખ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...