જીવન આસ્થા:સપ્તાહના ટેલિ કાઉન્સેલિંગ બાદ ચેન્નઇના યુવકને આપઘાતથી બચાવ્યો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્પલાઇન પર ફોન કરી યુવક ગળા પર બ્લેડ મારવાનું કહેતો હતો
  • પ્રેમિકાનાં લગ્ન અન્ય જગ્યાએ થઈ જતાં યુવકે હાથ પર બ્લેડ મારી હતી

મોત વ્હાલું કરવા માગતા લોકોમાં જીવન જીવવાની આસ્થા જગાડવાની કામગીરી કરતી જીવન આસ્થા હેલ્પ લાઇનનો વ્યાપ ગુજરાત બહાર વધી રહ્યો છે. ચેન્નઇમાં રહેતા યુવકે તેની કોલેજ સમયની પ્રેમિકાના લગ્ન થઇ જતા આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. જેને લઇને હાથ ઉપર બ્લેડ માર્યા બાદ જીવન આસ્થાનો સંપર્ક કર્યો હતો. તે સમયે ગાંધીનગર જીવન આસ્થાના કાઉન્સિલરે સતત ફોન ઉપર કાઉન્સેલિંગ કરી યુવકનો જીવ બચાવ્યો હતો.

ગાંધીનગર એસપી કચેરીમાં કાર્યરત જીવન આસ્થા હેલ્પલાઇન સાતમા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. ત્યારે જેમ જેમ સમય પસાર થાય છે, તેમ તેમ તેનો વ્યાપ વધી રહ્યો છે. અગાઉ પણ રાજ્ય બહારના યુવક-યુવતિઓનો માત્ર ફોન ઉપર કાઉન્સેલિંગ કરી બચાવવાની કામગીરી કરી છે. ત્યારે હાલમાં જ ચેન્નઇમાં રહેતો સ્કૂલ અને કોલેજ સમયથી એક સાથે અભ્યાસ કરતો 23 વર્ષીય યુવક અને 25 વર્ષીય યુવતિ એકબીજાના ગાઢ પ્રેમમાં હતાં.

યુવક અને યુવતિ, એમ બંનેના પરિવારને પણ તેમના પ્રેમસબંધની જાણ હતી. યુવતિએ પોતાના પ્રેમની વાત તેના પિતા સહિત પરિવારને પણ કરી હતી. તે સમયે યુવકના સાથે લગ્નની યુવતિએ વાત કરતાં તેના પિતાએ હા પાડી હતી અને બંનેનાં લગ્ન કરાવી આપવાનું વચન પણ આપી દીધું હતું પરંતુ યુવતિના પિતાએ એકાએક તેની દીકરીના પ્રેમીની જાણ બહાર અન્ય યુવક સાથે લગ્ન કરાવી દીધાં હતાં. પોતાની પ્રેમિકાનાં લગ્ન અન્ય યુવક સાથે કરાવી દેવાની માહિતી મળતાં જ યુવકે મોત વ્હાલું કરવાનો વિચાર કર્યો હતો. જેને લઇને પોતાના હાથમાં બ્લેડના ઘા મારવાનું શરૂ કર્યું હતું.

ગાંધીનગર એસપી કચેરીમાં ચાલતી જીવન આસ્થા હેલ્પલાઇન નંબર 1800 233 3330 ઉપર સંપર્ક કરી પોતાની કરુણ કહાની જણાવી હતી. સિનિયર કાઉન્સિલર પ્રિયંકા અડાલજાએ કોલ રીસીવ કરતાં યુવકે વાત શરૂ કરી હતી. ત્યાર બાદ માત્ર યુવક પોતાના ગળા ઉપર બ્લેડ મારવાની વાત કરતાં કાઉન્સિલરે તેને વાતોમાં સમજાવ્યા બાદ સતત એક સપ્તાહ ફોન ઉપર વાત કરીને યુવકને નવું જીવન શરૂ કરવાની આશા બંધાવી હતી. અગાઉ પણ સુરતના એક યુવકને આત્મહત્યા કરતાં અટકાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...