કોરોના અપડેટ:78 દિવસ પછી મનપા વિસ્તારમાં સિંગલ ડિજિટમાં 9 કેસ નોંધાયા

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ, 2નાં મોત
  • 84 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા

જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ સાથે કુલ આંકડો 19379એ પહોંચ્યો છે. જોકે છેલ્લા 78 દિવસ પછી મનપા વિસ્તારમાં કોરોનાના કેસ સિંગલ ડિઝીટ 9 નોંધાયા છે. જ્યારે દહેગામમાંથી એકપણ કેસ નોંધાયો નથી. ઉપરાંત જિલ્લાના ચારેય તાલુકામાંથી નવા 7 કેસ નોંધાયા છે. કોરોનાની સારવાર દરમિયાન બે દર્દીઓના મોત થતાં કુલ આંકડો 2012એ પહોંચ્યો છે.

કોરોનાની સારવારથી વધુ 84 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લાના 17812 દર્દીઓ સાજા થયા છે. જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી કુલ 6069 લાભાર્થીઓએ કોરોનાની વેક્સિન લીધી હતી. તેમાં મનપા વિસ્તારમાંથી 18 વર્ષથી મોટી ઉંમરના 3847 અને 45 વર્ષથી મોટી ઉંમરના 512 લાભાર્થીઓએ વેક્સિન લીધી હતી. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી માત્ર 1710 લાભાર્થીઓએ કોરોનાની વેક્સિન લીધી હતી.

મનપામાંથી 9 અને 4 તાલુકામાં 7 કેસ
મનપા વિસ્તારમાંથી 9 કેસમાં પેથાપુરમા 4, કુડાસણમાં 1, સરગાસણમાં 1, સે-7માં 2, સે-3 એ ન્યુમા 1 કેસ નોંધાયો છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી કલોલમા નવા 4 કેસમાં ડિંગુચામા 3, અર્બનમાં 1 કેસ, ગાંધીનગર તાલુકાના ગિયોડમા 1 તથા માણસા તાલુકાના બિલોદરામાં 2 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...