કોલવડા મર્ડર કેસ:24 દિવસ બાદ પણ હત્યારા ન પકડાતાં પરિવારની રજૂઆત, હત્યારાઓને ઝડપથી પકડી લેવા જિલ્લા પોલીસ વડા સમક્ષ માગ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલવડા મર્ડર કેસમાં આરોપીઓથી ફફડતો પરિવાર

કોલવડાની સીમમા રહેતા યુવકને અદાવતમા જમાદારના ઇશારે ગોળીથી વિંધી નાખવામા આવ્યો હતો. ગત 14 ઓગસ્ટના રોજ ગામની સીમમા જ કારમા આવીને હત્યારાઓને યુવકને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવમા માથાભારે જમાદાર દ્વારા 20 લાખ રૂપિયામા સોપારી આપી હતી. ત્યારબાદ પોલીસે એક આરોપીને પકડ્યો છે. પરંતુ હજુ હત્યારા મામા, જમાદાર સહિતના 3 આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જેને લઇને પરિવાર પારેવાની જેમ ફફડી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ વડાને આરોપીઓને પકડવા રજૂઆત કરવામાં આવી છે.

કોલવડા ગામમા રહેતા આશરે 49 વર્ષિય દિલીપસિંહ ભવાનજી વાઘેલાની 3 હત્યારાએ છરીના ઘા અને બંદૂકની ગોળી મારી હત્યા કરી નાખી હતી. એક કારમા આવીને હત્યારા ધોળા દિવસે હત્યા કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં એલસીબી પીઆઇ એચ.પી.ઝાલાની ટીમ દ્વારા કોલવડા ગામમા અને હત્યા કરવામા ભાગ ભજવનાર ધર્મેન્દ્રસિંહ વિક્રમસિંહ વાઘેલાને ઝડપી લીધો હતો.

જોકે, ત્યારબાદ હત્યારા 24 દિવસ પછી પણ પકડાયા નથી. સોપારી આપનાર જમાદાર ઘનશ્યામસિંહ સહિતના આરોપીઓ ભૂગર્ભમા ઉતરી ગયા છે. મૃતકના ભાઇ વનરાજસિંહ ભવાનજી વાઘેલાએ જિલ્લા પોલીસ વડાને આરોપીઓને ઝડપી લેવા લેખિત રજૂઆત કરી છે. આરોપી ઘનશ્યામસિંહ વાઘેલા ઉર્ફે જમાદાર, મૃતકના સગા મામા પ્રભાતજી સુખાજી ડાભી અને પ્રકાશ ઉર્ફે ગઠીયો ઉર્ફે રઘો વિઠ્ઠલ બારોટ હત્યા કરીને જમીનમા ઉતરી ગયા છે. જમાદાર દ્વારા હત્યા કરવા માટે 20 લાખ રૂપિયાની સોપારી અપાઇ હતી. ત્યારપછી તમામ આરોપીઓ જમીનમાં ઉતરી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...