ભાસ્કર એનાલિસિસ:2017 પછી કોંગ્રેસના 16 ધારાસભ્ય ભાજપમાં જોડાયા, 6 હજુ વેઇટિંગમાં, કેમ કે... 'કોંગ્રેસીઓના મનમાં મોદી છે!’

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
સી.આર.પાટીલ અને અશ્વિન કોટવાલ. - Divya Bhaskar
સી.આર.પાટીલ અને અશ્વિન કોટવાલ.
  • ખેડબ્રહ્માથી 3 વાર ચૂંટાયેલા ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાઈ ગયા
  • ભાજપનો ખેસ પહેરતાં જ કોટવાલે કહ્યું, 2007થી જ હું મોદીનો ભક્ત છું

કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા છે. ખેડબ્રહ્માથી 3 વખત ચૂંટાયેલા અશ્વિન કોટવાલે મંગળવારે ભાજપનું સભ્યપદ મેળવ્યું હતું. 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ અત્યારસુધીમાં 16 કોંગ્રેસી ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ચૂક્યાં છે. ભાજપમાં જોડાતી વખતે લગભગ તમામ ધારાસભ્યોનો એક જ સૂર હતો - મોદીના કામથી પ્રભાવિત.

2007થી જ મોદીભક્ત છુંઃ અશ્વિન કોટવાલ
મંગળવારે ભાજપનું સભ્યપદ લેતાંની સાથે જ અશ્વિન કોટવાલે પણ આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું - હું તો 2007થી જ મોદીનો ભક્ત છું. પૃથ્વી પર કોઈપણ દેશને આવા વિકાસપુરુષ મળ્યા નથી. જોકે એ જુદી વાત છે કે છેલ્લાં 5 વર્ષમાં કોટવાલ મોદી અને ભાજપ પ્રત્યે આકરું વલણ દાખવતા આવ્યા છે. ભાજપના વિકાસના દાવાઓને વિનાશ ગણાવી ચૂક્યા છે, પણ પક્ષપલટો કરતી વખતે આ તમામ બાબતો ગાયબ થઈ જાય છે.

આદિવાસીઓમાં કોટવાલનું વર્ચસ્વ
કોટવાલને ભાજપમાં સામેલ કરવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો વ્યૂહ છે. આદિવાસી વોટબેન્કમાં કોટવાલનું વર્ચસ્વ છે. ગુજરાતમાં 35 બેઠક પર આદિવાસી મતદારોનું વર્ચસ્વ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને આદિવાસી નેતા છોટુ વસાવા વચ્ચેના ગઠબંધન બાદ ભાજપ ઝડપથી કોઈ આદિવાસી ચહેરાને પોતાની સાથે જોડવા માગતો હતો. તેમની આ શોધ કોટવાલ પર આવીને અટકી હોય એવું લાગી રહ્યું છે.

16 ટકા કોંગ્રેસી ભાજપમાં સામેલ થયા
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 2017ની વિધાનસભાની ચૂંટણી પછી છેલ્લાં પાંચ વર્ષમાં કોંગ્રેસના 16 ધારાસભ્ય (20 ટકા) ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં હજુ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં સામેલ થાય એવી શક્યતાઓ છે.

2017 પછી કોંગ્રેસ છોડનારા 16 ધારાસભ્ય

કુંવરજી બાવળિયાજસદણ
જવાહર ચાવડામાણાવદર
અલ્પેશ ઠાકોરરાધનપુર
ધવલસિંહ ઝાલાબાયડ
પુરુષોત્તમ સાબરિયાધ્રાંગધ્રા
જે.વી.કાકડિયાધારી
સોમાભાઈ ગાંડાલીંબડી
પ્રવીણ મારુગઢડા
પદ્યુમ્નસિંહ જાડેજાઅબડાસા
મંગળ ગામીતડાંગ
બ્રિજેશ મેરજામોરબી
જિતુ ચૌધરીકપરાડા
અક્ષય પટેલકરજણ
આશાબેન પટેલઊંઝા

ભાજપ, આપ.. સૌની નજર આદિવાસીઓ પર
...કારણ કે રાજ્યમાં 15% આદિવાસી વોટર, 26 સીટ રિઝર્વ, 35-40 બેઠકો પર નિર્ણાયક

મિશન ક્લિન સ્વીપ માટે ભાજપને આદિવાસી ગઢમાં મોટી જીતની અપેક્ષા છે. કેજરીવાલ અને છોટુભાઈ વસાવા વચ્ચેના ગઠબંધન બાદ આ જરૂરિયાત વધી ગઈ છે, કારણ કે ગુજરાતમાં 15 ટકા આદિવાસી વોટર્સ છે. 26 બેઠક તેમના માટે રિઝર્વ છે. જોકે 182માંથી 35-40 બેઠક એવી છે જ્યાં આદિવાસી વોટર્સ નિર્ણાયક હોય છે.

27 વર્ષથી સૌને ખુશ રાખતા રાજ્યના આદિવાસી મતદારો

વર્ષભાજપકોંગ્રેસઅન્ય
19906713
19951484
19988153
200213112
200711141
201210151
20178143

દક્ષિણ ગુજરાતમાં 26માંથી 17 બેઠક પર આદિવાસી વર્ચસ્વ
રાજ્યમાં સૌથી વધુ આદિવાસી વસતિ દક્ષિણ ગુજરાતમાં છે. 26માંથી 17 બેઠક આ વિસ્તારમાં છે, જેમાં બન્ને પાર્ટી વચ્ચે વધારે અંતર નથી.

વાંચો કોંગ્રેસી નેતાઓનાં એ નિવેદનો, જે તેમણે ભાજપ જોઇન કરતી વખતે આપ્યાં હતાં...

  • દેશને મજબૂત કરવા પીએમ મોદીએ કરેલાં કાર્યોની હું હંમેશા પ્રશંસા કરતો આવ્યો છું. - કુંવરજી બાવળિયા
  • પીએમના હાથ મજબૂત કરવા જરૂરી છે. સરકારમાં જોડાઈ પ્રજાની સેવા સારી રીતે થાય. - જવાહર ચાવડા
  • કોંગ્રેસના વધુ લોકો ભાજપમાં જોડાશે. પીએમ મોદીમાં પ્રજાલક્ષી કામો આગળ વધારશે. - બ્રિજેશ મેરજા
  • કોંગ્રેસમાં લોકહિત માટે રાજનીતિ નથી થતી. કોંગ્રેસમાં સ્વાર્થનું રાજકારણ રમાય છે. - અલ્પેશ ઠાકોર