કોરોના સંક્રમણ:175 દિવસ પછી કોરોનાના 100 દર્દી સાજા થયા, વધુ 64 કેસ

ગાંધીનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 12 ફેબ્રુઆરીએ 104 કોરોનામુક્ત થયા હતા, પાટનગરમાં 28 અને તાલુકાઓમાં 36 સંક્રમિત

વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે છેલ્લા 175 દિવસ પછી એક જ દિવસમાં 100 દર્દીઓ ગુરૂવારે સાજા થયા છે. ગત તારીખ 12મી, ફેબ્રુઆરી-2022ના રોજ એક જ દિવસમાં 104 દર્દીઓ સાજા થયા હતા. જોકે તેની સામે મનપા વિસ્તારમાંથી 28 અને ચાર તાલુકામાંથી 36 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

કોરોનાની ચોથી લહેરમાં ઓગસ્ટ માસના પ્રારંભમાં જ જિલ્લામાંથી કોરોનાના કેસ 60થી વધુ નોંધાઇ રહ્યા છે. ત્યારે વધતા જતા કોરોનાના કેસ વચ્ચે ગુરૂવારે મનપા વિસ્તારમાંથી 40 અને ચાર તાલુકામાંથી 60 દર્દીઓ સારવારથી સાજા થયા છે.

મનપાના આરોગ્ય તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ સેક્ટર-1માંથી 65 વર્ષીય વૃદ્ધ, 23 વર્ષીય યુવાન, 61 વર્ષીય મહિલા, સેક્ટર-2માંથી 42 વર્ષીય, 43 વર્ષીય બે યુવાનો, સેક્ટર-4ના 59 વર્ષીય આધેડ, સેક્ટર-7ના 32 વર્ષીય યુવાન, સેક્ટર-13નો 30 વર્ષીય યુવાન, સેક્ટર-19ના 52 વર્ષીય આધેડ, સેક્ટર-22ના 54 વર્ષીય આધેડ, સેક્ટર-27ની 54 વર્ષીય મહિલા, સેક્ટર-29માંથી 91 વર્ષીય વૃદ્ધ, 53 વર્ષીય, 86 વર્ષીય મહિલાઓ, આઇઆઇટીનો 22 વર્ષીય યુવાન, ઇન્ફોસીટીનો 24 વર્ષીય યુવાન, કુડાસણમાંથી 40 વર્ષીય યુવાન, 25 વર્ષીય યુવતી, પેથાપુરમાંથી 25 વર્ષીય બે, 20 વર્ષીય, 34 વર્ષીય મહિલાઓ, 38 વર્ષીય યુવાન, રાયસણમાંથી 19 વર્ષીય યુવાન, 28 વર્ષીય યુવતી, સરગાસણમાંથી 27 વર્ષીય, 24 વર્ષીય યુવાનો, વાવોલનો 25 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.

જિલ્લામાં સ્વાઇનફ્લુના બે કેસ નોંધાયા
જિલ્લામાં સ્વાઇનફ્લુએ માથું ઉંચક્યું હોય તેમ બે કેસ નોંધાયા છે. તેમાં એક કેસ સેક્ટર-7નો 45 વર્ષીય યુવાનને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના પાંચમા માળે આઇસોલેશન વોર્ડમાં દાખલ કર્યો છે. જ્યારે મેદરાની 21 વર્ષીય સગર્ભા મહિલા એચ1એન1ની ઝપટમાં આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...