કોરોના:171 દિવસ બાદ ગુરુવારે કોરોનાના 100 કેસ નોંધાતાં જુલાઈ માસમાં અત્યાર સુધીનો આંક 1280એ પહોંચ્યો

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના 25 દર્દી હોમ આઇસોલેશન સારવારથી સાજા થયા

કોરોનાની ચોથી લહેરનું રોદ્ર સ્વરૂપ પકડ્યું હોય તેમ છેલ્લા 171 દિવસ પછી કોરોનાના કેસ 100એ પહોંચ્યા છે. ગત તારીખ 7મી, ફેબ્રુઆરી-2022ના રોજ એક જ દિવસમાં 131 કેસ નોંધાયા હતા. ત્યારબાદ મંદ પડેલી ત્રીજી લહેર પછી હાલમાં કોરોનાની ચોથી લહેર પોતાનું અસલી સ્વરૂપ ધીમે ધીમે બતાવી રહી હોય તેમ ગુરૂવારે નોંધાયેલા 100 કેસ પરથી લાગી રહ્યું છે. જોકે સંક્રમિતોની સરખામણીએ ગુરૂવારે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યા 25 રહી હતી.

છેલ્લા ત્રણેક માસ સુધી મંદ પડેલા કોરોનાના સંક્રમણે હાલમાં ચોથી લહેરમાં વેગ પકડ્યો છે. જોકે કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા હોવા છતાં રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાની નક્કી કરેલી ગાઇડ લાઇનનું પાલન કરવામાં આવતું નથી. જેને પરિણામે કોરોનાના સંક્રમણને ખુલ્લુ મેદાન મળી ગયું હોય તેમ કેસમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો હતો. આથી જુલાઇ માસમાં અત્યાર સુધીમાં 1280 કેસ નોંધાયા છે. જ્યારે તેની સામે 880 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધી એક જ દર્દીનું મોત થયુું છે.

ગુરૂવારે નોંધાયેલા 100 કેસમાં મનપા વિસ્તારમાંથી 40 અને ચાર તાલુકામાંથી 60 કેસનો સમાવેશ થાય છે. જ્યારે સામે 25 દર્દીઓ સાજા થયા છે. તેમાં મનપા વિસ્તારના 20 અને 4 તાલુકાના 5 દર્દીઓનો સમાવેશ થાય છે.

ગાંધીનગર-કલોલ તાલુકામાંથી 28-28 તથા દહેગામમાંથી 4 કેસ : જિલ્લાના ચાર તાલુકામાંથી દહેગામ તાલુકાના વટવાનો 22 વર્ષીય યુવાન, પાટનાકુવાના 60 વર્ષીય વૃદ્ધ, મામાપરાના 50 વર્ષીય આધેડ, વાસણા ચૌધરીના 55 વર્ષીય આધેડ કોરોનાગ્રસ્ત થયા છે.

જ્યારે ગાંધીનગર તાલુકાના રૂપાલમાંથી 23 વર્ષીય યુવતી, 50 વર્ષીય મહિલા, 32 વર્ષીય, 30 વર્ષીય, 32 વર્ષીય યુવાનો, સોનીપુરની 12 વર્ષીય વિદ્યાર્થીની, 46 વર્ષીય મહિલા, 22 વર્ષીય યુવતી, આદરજની 24 વર્ષીય અને 28 વર્ષીય યુવતીઓ, 25 વર્ષીય યુવાન, ભોંયણરાઠોડમાંથી 11 વર્ષીય વિદ્યાર્થી, 15 વર્ષીય વિદ્યાર્થીની, શેરથાનો 38 વર્ષીય યુવાન, જાખોરાની 60 વર્ષીય મહિલા, છાલામાંથી 62 વર્ષીય મહિલા, 60 વર્ષીય વૃદ્ધ, મહાદેવપુરામાં 27 વર્ષીય મહિલા, માતાપુરાની 50 વર્ષીય મહિલા, મહુન્દ્રાનો 32 વર્ષીય યુવાન, ઉનાવાનો 20 વર્ષીય વિદ્યાર્થી, અડાલજમાંથી 33 વર્ષીય, 42 વર્ષીય મહિલા, તારાપુરનો 42 વર્ષીય યુવાન, ઉવારસદમાંથી 40 વર્ષીય યુવાન, 12 વર્ષીય વિદ્યાર્થી, 30 વર્ષીય યુવાન, 27 વર્ષીય યુવતી કોરોનાથી સંક્રમિત થઇ છે.

કલોલ તાલુકાના નવા 28 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 83 વર્ષીય વૃદ્ધ, 23 વર્ષીય યુવાન, 36 વર્ષીય, 28 વર્ષીય મહિલા, ગોલથરામાંથી 22 વર્ષીય યુવાન, 58 વર્ષીય આધેડ, નારદીપુરમાંથી 60 વર્ષીય, 60 વર્ષીય, 50 વર્ષીય મહિલાઓ, 15 વર્ષીય વિદ્યાર્થીની, 50 વર્ષીય આધેડ, 18 વર્ષીય યુવતી, 21 વર્ષીય યુવાન, 77 વર્ષીય વૃદ્ધ, 40 વર્ષીય યુવાન, નવાગામની 22 વર્ષીય યુવતી, પલીયડના 50 વર્ષીય આધેડ, ભાડોલ 50 વર્ષીય આધેડ, ડીંગુચામાંથી 44 વર્ષીય, 45 વર્ષીય યુવાનો, 16 વર્ષીય વિદ્યાર્થીની, 61 વર્ષીય વૃદ્ધ, 29 વર્ષીય મહિલા, નારોલાનો 23 વર્ષીય યુવાન, પલોડિયાની 30 વર્ષીય મહિલા, પાનસરની 40 વર્ષીય મહિલા, વાયણાનો 41 વર્ષીય યુવાન, સઇજની 20 વર્ષીય વિદ્યાર્થીની કોરોનામાં સપડાઇ છે.

મનપા વિસ્તારમાંથી 40 કોરોનાના કેસ નોંધાયા
મનપા વિસ્તારમાંથી નોંધાયેલા 40 કેસમાંથી એક હોસ્પિટલમાં અને બાકીના હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. સે.-1ના 59 વર્ષીય આધેડ, સેક્ટર-2માંથી 78 વર્ષીય, 63 વર્ષીય અને 75 વર્ષીય ત્રણ વૃદ્ધો, સે.-3માંથી 8 કેસમાં 24 વર્ષીય યુવતી, 28 વર્ષીય, 22 વર્ષીય, 38 વર્ષીય યુવાનો, 51 વર્ષીય, 42 વર્ષીય, 40 વર્ષીય, 70 વર્ષીય મહિલાઓ, સે.-4માંથી 31 વર્ષીય યુવાન, 25 વર્ષીય યુવતી, સે.-7ની 20 વર્ષીય યુવતી, સે.-8માંથી 49 વર્ષીય, 76 વર્ષીય મહિલાઓ, 81 વર્ષીય વૃદ્ધ, સે.-12ના 45 વર્ષીય યુવાન, સે.-17નો 21 વર્ષીય યુવાન, સે.-22ની 47 વર્ષીય મહિલા, સે.-23માંથી 80 વર્ષીય મહિલા, 21 વર્ષીય યુવતી, સે.-27નો 15 વર્ષીય વિદ્યાર્થી, સે.-29માંથી 23 વર્ષીય યુવતી, 44 વર્ષીય યુવાન, સે.-30માંથી 35 વર્ષીય અને 31 વર્ષીય યુવાનો, આઇઆઇટીમાંથી 22 વર્ષીય વિદ્યાર્થી, 42 વર્ષીય, 27 વર્ષીય અને 28 વર્ષીય મહિલાઓ, ઇન્ફોસીટીનો 24 વર્ષીય યુવાન, કુડાસણમાંથી 30 વર્ષીય યુવાન, 59 વર્ષીય આધેડ, રાંદેસણની 23 વર્ષીય યુવતી, સરગાસણમાંથી 23 વર્ષીય વિદ્યાર્થી, 49 વર્ષીય આધેડ, 29 વર્ષીય યુવાન, 34 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...