વળતર:એડવાન્સ મિલકત વેરો ભરનારને 5 ટકા વળતર મળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 જૂન, 7 અને 31મી જુલાઇ સુધીમાં લાભ મળશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના રહિશો મિલકત વેરો ભરે તે માટે વળતર આપશે. જેમાં તારીખ 30મી, જૂન સુધીમાં 7 ટકા અને તારીખ 31મી, જુલાઇ સુધીમાં 5 ટકા વળતર અપાશે. જોકે વેરા વસુલાત માટેની વળતરની યોજના ચાલુ વર્ષ માટે છે.

મિલક્ત વેરાની વસુલાત થાય અને મિલક્ત ધારકો વેરો ભરવા માટે આવે તે માટે કન્સેશન આપવામાં આવે છે. જોકે ચાલુ વર્ષે નગરપાલિકાના મિલક્ત ધારકો જો વેરો 31મી, મે સુધી ભરે તો 10 ટકા વળતર આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ઉપરાંત ઓનલાઇન વેરો ભરનારને વધારાનું પાંચ ટકા વળતર આપવામાં આવે છે.

જોકે હાલમાં જૂન માસ ચાલી રહ્યો હોવાથી મિલક્ત ધારકો વેરો ભરે તે માટે રાજ્ય સરકાર દ્વારા વળતર આપવાની યોજના લંબાવવામાં આવી છે. તેમાં આગામી તારીખ 30મી, જૂન સુધીમાં નગરપાલિકા વિસ્તારના મિલ્કત ધારકો વેરો ભરશે તો 7 ટકા વળતર આપવામાં આવશે. જો કોઇ મિલક્ત ધારક ઓનલાઇન વેરો ભરે તો તેને વધારાના 5 ટકા વળતર આપવાની જોગવાઇ કરાઇ હોવાનો આદેશમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નગરપાલિકાના મિલક્ત ધારકોને 30મી, જૂન સુધી વળતર આપવાની નિયમની અમલવારી ચાલુ નાણાંકિય 2022-23 માટે રહેશે. જોકે પાલિકાના મિલક્ત ધારકો માટે વળતરની યોજના આગામી તારીખ 31મી, જુલાઇ સુધી લંબાવી છે. જેમાં એડવાન્સ મિલક્ત વેરો ભરનાર મિલક્ત ધારકોને 5 ટકા અને ઓનલાઇન વેરો ભરનારને વધારા 5 ટકા વળતર આપવાનો સરકારે નક્કી કર્યું છે. આ વળતરની યોજના આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત એડવાન્સ મિલક્ત વેરો ભરનારને વળતર આપવાની જોગવાઇ વધારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...