તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીરતા ક્યારે?:કોલેજમાં એડમિશન કે કોરોનાને ઇનવિટેશન

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે પણ સેક્ટર-15ની સરકારી વિનયન કૉલેજમાં બીએના સેમેસ્ટર-3 અને 5માં ઓફલાઇન પ્રવેશપ્રક્રિયા યોજાતાં વિદ્યાર્થીઓ ટોળે વળ્યા હતા. - Divya Bhaskar
કોરોનાની ગંભીર સ્થિતિ વચ્ચે પણ સેક્ટર-15ની સરકારી વિનયન કૉલેજમાં બીએના સેમેસ્ટર-3 અને 5માં ઓફલાઇન પ્રવેશપ્રક્રિયા યોજાતાં વિદ્યાર્થીઓ ટોળે વળ્યા હતા.
  • વધુ 66 કેસ, 20 દિવસમાં જ 1000 કેસ વધ્યા : વધુ 3 હૉસ્પિટલને મંજૂરી, કુલ 69 બેડનો વધારો
  • શુક્રવારે કોરોનાના વધુ 66 કેસ નોંધાવા સાથે કુલ કેસનો આંકડો 6004 પર પહોંચ્યો છે.
  • આવી સ્થિતિમાં પણ લોકો ગંભીરતા દાખવતા ન હોવાનો પુરાવ સેક્ટર-15ની કૉલેજની આ તસવીર છે.

જિલ્લામાં નવા 66 કેસ નોંધાતા દિવાળી પછી વધતા જતા કોરોનાના કેસને પગલે માત્ર 20 દિવસમાં વધુ 1000 કેસ નોંધાતા કોરોના પોઝિટિવનો કુલ આંકડો 6004એ પહોંચ્યો છે. જોકે અગાઉ 1000 કેસનો રેસિયો 25થી 27 દિવસનો રહેતો હતો. જ્યારે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વધુ જિલ્લાના 8 સહિત કુલ 10 દર્દીઓઓ અંતિમશ્વાસ લીધો છે. જેમાં જિલ્લાના દર્દીઓમાંથી સેક્ટર-7ના 62 વર્ષીય વૃદ્ધ, કલોલના 70 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-20ના 77 વર્ષીય વૃદ્ધ, માણસાની 82 વર્ષીય મહિલા, બોરીજના 73 વર્ષીય વૃદ્ધ, પેથાપુરના 65 વર્ષીય વૃદ્ધ, મહુન્દ્રાની 70 વર્ષીય મહિલા અને વાસણના 54 વર્ષીય આધેડનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા કુલ આંકડો 433એ પહોંચ્યો છે. આથી જિલ્લામાં પોઝિટિવ કેસની સરખામણીએ મૃત્યુદર 7.21 ટકા જેટલો રહ્યો છે. જ્યારે મહેસાણાના 71 વર્ષીય અને 73 વર્ષીય બે વૃદ્ધોના મોત નિપજ્યા છે. તો હોસ્પિટલમાં સારવારથી વધુ 31 દર્દીઓ સાજા થતાં ગંભીરતા ક્યારે?...

કોરોનાને હરાવનાર વ્યક્તિઓની સંખ્યા 4884એ પહોંચી છે. કોરોનાથી સંક્રમણનો ભોગ બનનાર ત્રણ વિદ્યાર્થીઓ, ગૃહિણી, ખેડુત, વેપારી, એડવોકેટ, પોલીસ જવાન, શિક્ષિકા, આયુષ તબિબ સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 31, ગાંધીનગર તાલુકામાંથી 21, દહેગામમાંથી 7, કલોલમાંથી 5 અને માણસામાંથી 2 નવા કેસ નોંધાયા છે.

ગાંધીનગર તાલુકાના 14 ગામની 21 વ્યક્તિઓ કોરોનામાં સપડાઇ
ગાંધીનગર તાલુકામાંથી નવા 21 કેસ 14 ગામોમાંથી નોંધાયા છે. જેમાં અડાલજમાંથી 47 વર્ષીય, 18 વર્ષીય યુવાનો અને 45 વર્ષીય યુવતી, વાવોલમાંથી 55 વર્ષીય આધેડ અને 42 વર્ષીય યુવાન, ચંદ્રાલામાંથી 48 વર્ષીય યુવાન અને 17 વર્ષીય વિદ્યાર્થી, અંબાપુરમાંથી 36 વર્ષીય યુવાન અને 33 વર્ષીય યુવતી, કુડાસણમાંથી 19 વર્ષીય યુવાન, 53 વર્ષીય ગૃહિણી, પેથાપુરમાંથી 61 વર્ષીય વૃદ્ધ અને 20 વર્ષીય વિદ્યાર્થીની સંક્રમિત થયા છે. જ્યારે ડભોડાનો 40 વર્ષીય યુવાન, કોલવડાની 38 વર્ષીય યુવતી, ભાઇજીપુરાની 51 વર્ષીય ગૃહિણી, ભાટની 60 વર્ષીય ગૃહિણી, ઝુંડાલનો 32 વર્ષીય યુવાન, સરગાસણની 56 વર્ષીય મહિલા, ઉવારસદની 70 વર્ષીય ગૃહિણી, ઇસનપુર મોટાના 76 વર્ષીય ગૃહિણી સપડાઇ છે.

દહેગામમાંથી 7, કલોલના 5 અને માણસાના 2 નવા કેસ
દહેગામ તાલુકામાંથી નવા 7 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 40 વર્ષીય અને 72 વર્ષીય ગૃહિણીઓ તથા 16 વર્ષીય વિદ્યાર્થી તથા 40 વર્ષીય યુવાન જ્યારે બબલપુરામાંથી 60 વર્ષીય ખેડુત અને 56 વર્ષીય ગૃહિણી તેમજ હાથીજણનો 30 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે કલોલ તાલુકામાંથી નવા 5 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 65 વર્ષીય ગૃહિણી અને 52 વર્ષીય આધેડ જ્યારે જામળાનો 28 વર્ષીય યુવાન, ખોરજ ડાભીની 50 વર્ષીય ગૃહિણી, ગોવિંદપુરા-વેડાના 82 વર્ષીય ખેડુત સંક્રમિત થયા છે. જ્યારે માણસા તાલુકામાંથી બે કેસમાં લોદરાનો 44 વર્ષીય યુવાન અને માણેકપુરાનો 35 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે.

મનપા વિસ્તારમાંથી નવા 31 કેસ
મનપા વિસ્તારમાંથી નવા 31 નોંધાતા કુલ આંકડો 2533એ પહોંચ્યો છે. સે.24ના 50 વર્ષીય એડવોકેટ, 64 વર્ષીય આયુષ તબિબ, સે.23માંથી 56 વર્ષીય પોલીસ જવાન, 84 વર્ષીય વૃદ્ધા, સે.25માંથી 59 વર્ષીય વેપારી, 22 વર્ષીય વિદ્યાર્થીની, સે.5માંથી 15 વર્ષીય વિદ્યાર્થી, સે.22માંથી 74 વર્ષીય વૃદ્ધ, 69 વર્ષીય વૃદ્ધા, સેક્ટર-30ના 72 વર્ષીય વૃદ્ધ, જીઇબીનો 20 વર્ષીય યુવાન, સે.26ની 38 વર્ષીય શિક્ષિકા, સે.2માંથી 31 વર્ષીય મેડિકલ ઓફિસર, 54 વર્ષીય મહિલા, 59 વર્ષીય આધેડ, સે.14માંથી 90 વર્ષીય વૃદ્ધા, 68 વર્ષીય વૃદ્ધ, 64 વર્ષીય અને 55 વર્ષીય બે ગૃહિણીઓ, સે.28ની 54 વર્ષીય મહિલા, 48 વર્ષીય યુવાન, સે.29નો 46 વર્ષીય વેપારી, સે.13ના 58 વર્ષીય આધેડ, સે.17ની 63 વર્ષીય ગૃહિણી, સે.27ના 50 વર્ષીય વેપારી, સે.12ની 65 વર્ષીય ગૃહિણી અને સે.20ના 78 વર્ષીય વૃદ્ધ સપડાયા છે. આ લોકોના સંપર્કમાં આવેલી 65 વ્યક્તિઓે કોરન્ટાઇન કરાઇ છે.

કેસની તારીખ તારીખ કેસ 13-7 1007 13-8 2024 14-9 3039 9-10 4000 6-11 5000 27-11 6004

ગુજરાત યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષાના ફોર્મ ભરવા માટે સેક્ટર-15ની સરકારી વિનયન કોલેજમાં સામાજિક અંતર જળવાયું નહોતું.જોકે કોલેજના પ્રશાસન દ્વારા પણ સામાજિક અંતર જળવાય તેવી કોઇ જ વ્યવસ્થા કરાઈ નહીં હોવાનું વિદ્યાર્થીઓએ જણાવ્યું છે. દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધતાં શિક્ષણ વિભાગે 23 નવેમ્બરથી શાળા-કોલેજો શરૂ કરવાનો નિર્ણય રદ કર્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પરીક્ષા ફોર્મ ભરાવવાને બદલે ઓફલાઇન ફોર્મ ભરાવાઈ રહ્યા છે.

આથી બીએના સેમેસ્ટર-3 અને 5ની યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ ભરવા માટે સરકારી વિનયન કોલેજ સેક્ટર-15 ખાતે વિદ્યાર્થીઓની ભીડ ઉમટી પડી હતી. સંક્રમણનો ભોગ વિદ્યાર્થીઓ ન બને તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવા આવે છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીના ઓફલાઇન પરીક્ષા ફોર્મ સ્વિકારવાના નિર્ણયથી કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો ભોગ બનવાની શક્યતા રહેલી છે. ત્યારે ઓફલાઇન પરીક્ષા ફોર્મ વિદ્યાર્થીઓ પાસે ભરાવવાના નિર્ણયને રદ કરીને ઓનલાઇન ફોર્મ સ્વિકારવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીઓમાં ઉઠી છે.

સરકારે એક્સ્ટ્રા સુવિધા આપી નથી : આચાર્ય
પરીક્ષાનાં ફોર્મ ભરતી વખતે થયેલી ભીડ વિશે પૂછતાં સરકારી વિનયન કોલેજના આચાર્ય એ. ચૌહાણે જણાવ્યું કે, રાજ્ય સરકારે મને કોઈ જ એકસ્ટ્રા સુવિધા આપી નથી. આથી જેટલા ચોકીદાર હોય તેનાથી કામ લેવું પડે છે. સ્ટાફને પણ કોરોનાનો ભય હોય.

અન્ય સમાચારો પણ છે...